ભ્રષ્ટાચારનો રોડ:બાયડના ચોઈલામાં 3 લાખમાં બનાવેલ રોડ માત્ર 30 દિવસમાં તૂટી ગયાનો આક્ષેપ

બાયડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાયડના ચોઈલામાં રોડ પર કપચી તથા રેતી બહાર આવી ગઇ છે - Divya Bhaskar
બાયડના ચોઈલામાં રોડ પર કપચી તથા રેતી બહાર આવી ગઇ છે
  • ગામની મહિલાએ લેખિતમાં ટીડીઓને ફરિયાદ કરી ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગ કરી

બાયડના ચોઈલામાં 3 લાખના ખર્ચે બનાવેલ રોડ માત્ર 30 દિવસમાં જ તૂટી ગયાનો આક્ષેપ કરી ગામની મહિલાએ લેખિતમાં ટીડીઓને ફરિયાદ કરી છે.આ અંગે ચોઇલાના નિકીતાબેન કલ્પેશકુમાર પટેલે કરેલી લેખિત ફરિયાદ મુજબ ચોઇલામાં 15 મા નાણાપંચમાં રૂ. 3 લાખનો રોડ ડાહ્યાભાઈ પટેલની ફેક્ટરીથી મીરની આંબલી સુધી બનાવાયો છે. આ રોડમાં કોન્ટ્રાક્ટરે મોટા પાયે હલકી કક્ષાનું મટેરિયલ વાપરી મસમોટો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ થયો છે. માત્ર એક જ મહિનાની અંદર રોડ તૂટી જતા સમગ્ર ગામમાં ભારે આક્રોશ કોન્ટ્રાકટર તથા જવાબદાર તંત્ર સામે ઉઠ્યો છે.

ભ્રષ્ટાચારનો રોડ માત્ર 30 દિવસમાં તૂટી જતાં વિજિલન્સ ઇન્કવાયરી શરૂ કરવા પણ ગ્રામજનોએ માગણી ઉઠાવી છે રોડ માત્ર 30 દિવસમાં તૂટી જતા કપચી તથા રેતી બહાર આવી જતાં સમગ્ર પોલ ઉઘાડી પડી છે. આ મામલે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરાતા કચેરીમાં પણ ચર્ચા ઊભી થઈ છે. આ રોડ બનતો હતો ત્યારે તા.પં.ના એન્જિનિયર સ્થળ ઉપર દેખાયા ન હતા અને હલકી કક્ષાનું કામ તેમની મંજૂરીથી થયું હોય તેવો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...