બાયડ પાલિકા દ્વારા અરજણ વાવ ખાતે નાખેેલ પાઈપ લાઈનને લઇ સવારથી જ હોબાળો મચતાં પાલિકાના કોર્પોરેટરો ઘટના સ્થળ દોડી પહોંચ્યા હતા. આ મામલે ચીફ ઓફિસરે ન્યાયિક તપાસ કરી કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતુંઆ અંગે અરજણ વાવ ગ્રામજનો પાસેથી મળેલ વિગત અનુસાર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગામમાં પીવાના પાણીની પાઈપલાઈન નાખી હતી જેમાં ટેન્ડર મુજબ પાઇપલાઇન નાખી નથી અને અન્ય કંપનીની નાંખી હોવાનો આક્ષેપ સાથે મોટો ભ્રષ્ટાચાર થયાની આશંકા પણ સેવાઇ રહી છે.
આ મામલે ગ્રામજનોએ હોબાળો મચાવતા તુરંત જ નગરપાલિકાનો સ્ટાફ તથા કેટલાક કોર્પોરેટર ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા.અંદાજે 15 લાખની પાઈપ લાઈનમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરાયો હતો. આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર સવીબેન સોનીનો સંપર્ક કરતા જણાવ્યું કે આ મામલો અમારા ધ્યાને આવ્યો છે પાઈપોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. કંઈ પણ ખોટું હશે તો કડક હાથે કાર્યવાહી કરવામાં આવશેે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.