બાયડ તાલુકામાં સાઠંબાથી જાલમપુરા થઈ વાત્રક, માઝૂમ અને મેશ્વો ડેમમાં નર્મદાનું પાણી નાખવાની લાઈનમાં ઊંચા ભાવે ટેન્ડરો આપી અને મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ સાઠંબા ગામના શખ્સે લેખિત ફરિયાદ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી કરી છે.
સાઠંબાના દશરથસિંહ સોલંકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કરેલી લેખિત ફરિયાદ મુજબ અરવલ્લીમાં વાત્રક, માઝૂમ અને મેશ્વો ડેમ ભરવા બાલાસિનોરના વાઘરોલી પાસેથી નર્મદા માંથી પાણી લઈ આ ત્રણે ડેમોમાં નાખવા પાઇપલાઇનનું કામ ચાલું છે. જેમાં સાઠંબાના જાલમપુરામાં પંપીંગ સ્ટેશન થી વાત્રક ડેમમાં પાણી નખાશે. આ પ્રોજેક્ટમાં 91 કરોડનો ખર્ચ કરાઇ રહ્યો છે.
અરજદારે કરેલ આક્ષેપ મુજબ આ પાઇપલાઇનના ટેન્ડરમાં બિનજરૂરી જોગવાઈઓ મૂકી વ્યવસ્થિત રીતે ગોઠવણ કરાઇ છે. 64 કરોડ જેટલી માતબર રકમ માં બે એજન્સી રસ દાખવ્યો હતું જેને લઈ કોઈ સ્પર્ધા થઇ નથી આવા અનેક આક્ષેપો સાથેની ફરિયાદ વડાપ્રધાન, મુખ્યમંત્રી ,પાણી પુરવઠા મંત્રી, વિજિલન્સ કમિશનર સહિત અનેક સ્થળે કરાતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે
30 કરોડનો ચૂનો સરકારને લગાવાયો
લેખિત ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીએ અંગત હિત રાખી 43 ટકા ઊંચા ભાવે ટેન્ડર મંજૂર કરી 30 કરોડ જેટલી માતબર રકમનો ચૂનો સરકારને લગાવાયો હોવાનો આક્ષેપ થયો છે.
અરજીમાં વગદાર વ્યક્તિ સામે આંગળી ચિંધાઈ
લેખિત અરજીમાં એન.કે. પટેલ નામનો વ્યક્તિ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર બની અને મદદ કરી રહ્યો છે.
વળતરની રકમમાં ખેડૂતોની ખોટી સહીઓ લેવાઈ
પાઇપલાઇનના કામમાં જે તે ખેડૂતોના ખેતરમાં જતી લાઈનમાં નુકસાની પેટે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતું નથી ખેડૂતો માટે સરકારમાંથી મળતી વળતરની રકમમાં ખેડૂતોની સહીઓ લઈ લેવાય છે.
હાઇકોર્ટના નિવૃત્ત જજ મારફતે તપાસ કરવાની માંગ
અરજદારે અરજીમાં જણાવ્યું છે કે 91 કરોડના આ પ્રોજેક્ટમાં મોટાભાગે ભ્રષ્ટાચાર આચર્યો છે જેમાં જિલ્લા સિંચાઇ વિભાગના ઉચ્ચ અધિકારીઓના મેળાપીપળામાં કૌભાંડ થયું છે આ સમગ્ર પ્રકરણની તપાસ ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જજ મારફતે કરવામાં આવે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાઈપલાઈનનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે તેવી માગણી કરાઇ છે.
એક્સપ્લોઝિવનો જથ્થો ખડકાતાં લોકોમાં ભય
અરજીમાં જણાવાયું છે કે હાલમાં ચાલતી કામગીરીમાં રીતી મોરમ તથા અન્ય ચીજ નાખવામાં ન આવતા પાઇપલાઇનનુ લેવલિંગ જળવાતું નથી. ખોદવા માટે આડેધડ બ્લાસ્ટિંગ કરાઇ રહ્યું છે. ખોદકામના સ્થળની આજુબાજુમાં ગેરકાયદે રીતે એક્સપ્લોઝીવનો જથ્થો ખડકી દેવાતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.