રાજકારણ:બાયડ બેઠક પર 11 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ

બાયડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા

બાયડ વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના દિવસે 7 ફોર્મ પરત ખેંચાતા હવે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને 11 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ ખેલાશે. બાયડ વિધાનસભાની ચૂંટણીમાં સોમવારના રોજ ફોર્મ પરત ખેંચવાના દિવસે ઉમેદવારોએ ભારે દોડાદોડ કરી મૂકી હતી.

અનેક અપક્ષો કેટલાક ઉમેદવારના રાજકીય ગણિત બગાડતા હોવાને લઈ અપક્ષોને ફોર્મ ખેંચાવવા માટે ભારે મથામણ કેટલાક ઉમેદવારોએ કરી હતી બાયડ વિધાનસભામાં સાત જેટલા અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ સોમવારના રોજ પરત ખેંચ્યા હતા. જ્યારે 11 ઉમેદવારો મેદાનમાં આવતા સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે આ તમામ ઉમેદવારો વચ્ચે હવે ખરાખરીનો જંગ જામશે ત્યારે બાયડની સમજુ પ્રજા કોને મત આપે છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...