કાર્યવાહી:બાયડમાં ધિંગાણાને લઈ 6 લોકો સામે ગુનો નોંધાયો

બાયડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દખણેશ્વરના યુવક પર હુમલો કરાયો હતો

બાયડમાં સોમવાર બપોર બાદ દખણેશ્વરના યુવાન ઉપર વરેણાના કેટલાક લોકોએ હુમલો કરતાં યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં આ પ્રકરણમાં બાયડ પોલીસે 6 વ્યક્તિઓ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

બાયડ પોલીસ મથકથી મળેલ વિગતો મુજબ બાયડ જૂના બસ સ્ટેશન વિસ્તારમાં સોમવાર બપોર બાદ દખણેશ્વરના નિર્ભય ઝાલા નામના યુવાન આ વિસ્તારમાં મંદિર નજીક આવતા જ વરેણા તથા બાયડના કેટલાક યુવાનોએ જૂની અદાવત રાખી યુવાન ઉપર હુમલો કરી માથું ફોડી નાખતાં 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે બાયડમાં ધિંગાણું થતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...