બાયડના રાણા કોમ્પલેક્ષમાં આવેલ બોસ બેટરી સર્વિસ નામની દુકાનમાં ગત રાત્રિના સુમારે દુકાનનું તાળું તોડી નવી અને જૂની 125 નંગ બેટરીઓ કિં. 4.50 લાખની ચોરી કરી ફરાર થઇ જતાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે બાયડ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે બાયડ પોલીસ સ્ટેશનમાંથી મળેલ માહિતી મુજબ બાયડના રાણા કોમ્પ્લેકસમાં બોસ બેટરી સર્વિસ નામની દુકાન ધરાવતા રમેશભાઈ સોમાભાઈ પરમારની દુકાનમાં ગત રાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા.
તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી અંદર મૂકેલ ગાડીઓની નવી બેટરી 99 નંગ કિં. 4,04,151 તથા જૂની બેટરીઓ નંગ 26 કિં. 45000 કુલ 125 કુલ કિંમત 4,49,151 ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરીની જાણ પોલીસને થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાથી બજારમાં અને વેપારી આલમમાં ચકચાર મચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.