બાયડના પગીયાના મુવાડામાં આવેલ બે ક્વૉરી માલિકોએ રસ્તો દબાવી લઇ ગેરકાયદે ખોદકામ કરતાં રસ્તો ખોદી ઊંડી લીઝ કરી દેતાં ગામલોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આક્રોશ સાથે આ વિસ્તારના આગેવાન મનહરસિંહ સોલંકી તથા મહેતાપસિંહ સોલંકીએ જણાવ્યું કે સાઠંબાથી પગીયાના મુવાડા જવા એક જ માત્ર રસ્તો છે.
આ રસ્તાની એક તરફ બે કવૉરી માલિકોએ ગેરકાયદે અડિંગો જમાવી અને રસ્તાની બાજુમાં જ ગેરકાયદે 13 ફૂટ રસ્તો ખોદી નાખી ઊંડી લીઝ કરી દીધી છે. આ કવૉરી શરૂ થાય તુરંત જ ભયંકર પ્રદૂષણ સાથે બ્લાસ્ટિંગના ધડાકાઓથ પગીયાનામુવાડા તથા વક્તાપુર ગામ હચમચી ઉઠે છે. સાંજે લોકો ઘરમાંથી બહાર નીકળી શકતા નથી.
પ્રદૂષણને લઈ અહીં લોકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસરો ઉભી થઇ છે. ક્વૉરીના વાહનો વારંવાર વિશાળ પથ્થરો રોડ ઉપર લઈ જાય છે ત્યારે ઓવરલોડ વાહનોથી પથ્થરો નીચે પડી જાય છે અને આમ જનતા આ રોડ ઉપર જઈ શકતી નથી. કલાકો બાદ પથ્થરો હટે ત્યારે લોકો આ રોડ ઉપરથી જઈ શકે છે. પથ્થરો વારંવાર પડવાને લઇ લોકો આગામી સમયમાં મતદાન ન કરી શકે તેવી દહેશત પણ ઉભી થઈ છે. આ બંને ગામોની સમસ્યા ને લઈ ગ્રામજનો મુખ્ય ચૂંટણી અધિકારી અરવલ્લીને પણ રજૂઆત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.