કાર્યવાહી:ભાજપના વ્હીપ વિરુદ્ધ મતદાન કરતાં બાયડના 2 નગરસેવક સસ્પેન્ડ કરાયાં

બાયડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભામાં ભાજપ દ્વારા અપાયેલ વ્હીપનું ઉલ્લંઘન કરી વિરુદ્ધમાં મતદાન કરતાં કાર્યવાહી

બાયડ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી અસંતોષનો ચરું ઉકળી રહ્યો છે. ત્યારે બે નગરસેવકોએ સામાન્ય સભામાં પક્ષ દ્વારા આપવામાં આવેલ વ્હીપનું ઉલ્લંઘન કરી વિરુદ્ધમાં મતદાન કરતાં ભાજપમાંથી બરતરફ કરવામાં આવતા હલચલ મચી હતી.

આ અંગે મળેલ વિગતો મુજબ બાયડ નગરપાલિકામાં અસંતોષનો ચરુ ઉપડી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા બે નગર સેવકોને ભાજપમાંથી બરતરફ કરવામાં આવ્યા છે જેમાં જિલ્લા ભાજપ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું કે તા. 27-07-2022 ના રોજ સામાન્ય સભામાં પક્ષ દ્વારા આપવામાં આવેલ વ્હીપનું ઉલ્લંઘન કરી વિરુદ્ધમાં મતદાન કરતા બે નગર સેવક પ્રવિણભાઈ મણીભાઈ પટેલ તથા અરવિંદભાઈ રેવાભાઇ પ્રજાપતિને તા. 05-09- 2022 ના રોજ પક્ષમાંથી બરતરફ કરવામાં આવતા નગરમાં હલચલ મચી હતી.

અન્ય સમાચારો પણ છે...