ફફડાટ:ગાબટમાંથી 2 કિલો ગાંજો જપ્ત, આરોપી છૂ

બાયડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાઠંબા પોલીસે બાતમી આધારે રેડ કરતાં ફફડાટ

બાયડના ગાબટમાં સાઠંબા પોલીસે શુક્રવાર સાંજે ખાનગી બાતમીના આધારે રેડ કરી ગાબટ સીમમાંથી 2 કિલોથી વધુ ગાંજો પકડ્યો હતો. જોકે આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ગાબટમાં શુક્રવાર સાંજે સાઠંબા પોલીસને ખાનગી સમાચાર મળતા ગાબટની સીમમાં ખેતર ધરાવતા ભારતસિંહ જગતસિંહ સોલંકીના કપાસના વાવેતરવાળા ખેતરમાં રેડ પડી હતી.

તે દરમિયાન કપાસના વાવેતર વાળા ખેતરમાં લીલાશ પડતા પાંદડી દાંડી સહિતના માદક વાસવાળા ગાંજાના 51 નંગ છોડ વજન બે કિલો ઉપરાંત કિં.અંદાજે 24340 નો ગાંજો ઝડપી પાડ્યો હતો. આ રેડ પડતાં જ આસપાસના પંથકમાં ભારે દોડધામ મચી ગઈ હતી પોલીસની રેડની જાણ ભારતસિંહને થતા જ તુરંત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પ્રકરણમાં પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...