સઘન પેટ્રોલીંગની માંગણી:બાયડમાં દુકાનમાંથી 1.50 લાખની સાડીઓ અને રૂ. 35 હજાર રોકડની ચોરી થતાં ચકચાર

બાયડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાયડમાં સાડીની દુકાનમાં ચોરોએ હાથ સાફ કરી નાખ્યો હતો - Divya Bhaskar
બાયડમાં સાડીની દુકાનમાં ચોરોએ હાથ સાફ કરી નાખ્યો હતો
  • દુકાનનું તાળું તોડી સાથે લાવેલ તાળું મારી ચોરો ફરાર, પેટ્રોલિંગ વધારવા માંગ

બાયડમાં બસ સ્ટેશન નજીક આવેલ ગૌરી સાડી સેન્ટરમાં ગુરુવાર રાત્રિના સુમારે તસ્કરોએ હાથ સાફ કરતાં 1.50 લાખની સાડીઓ અને 35હજાર રોકડની ચોરી કરી ફરાર થઇ જતાં ફરિયાદ નોંધાઇ છે. આઅંગે બાયડ પોલીસ સ્ટેશન થી મળેલી માહિતી મુજબ બાયડમાં બસ સ્ટેશન નજીક સર્વોદય કોમ્પ્લેક્સમાં આવેલી ગૌરી સાડી સેન્ટરના માલિક રણછોડભાઈ એમ. પટેલના ત્યાં ગુરુવાર રાત્રે ચોરોએ દુકાનનું તાળુ તોડી અંદરથી 1.50 લાખની સાડીઓ તથા 35 હજાર રોકડ લઇ પલાયન થઈ ગયા હતા.

તસ્કરોએ ગૌરી સાડી સેન્ટરની દુકાનમાં અનોખી રીતે ચોરી કરી હતી. દુકાનનું તાળું તોડી સાથે લઇ આવેલ તાળું મારી પલાયન થઈ ગયા હતા. પોલીસ દ્વારા રાત્રિના પેટ્રોલીંગ સઘન કરવામાં આવે તેવી માંગણી વેપારીઓએ ઉઠાવી હતી .

અન્ય સમાચારો પણ છે...