બાયડ તાલુકાના સરસોલી ગામે આવેલી પોસ્ટ ઓફિસમાં જી.ડી.એસ. બી.પી .એમ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ 1.21 લાખની ઉચાપત કરતાં બાયડ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે બાયડ પોલીસ સ્ટેશન થી મળેલ માહિતી મુજબ બાયડ ઉપ-વિભાગમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ ઓફિસમાં જયેશકુમાર દેસાઈ સરસોલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખાતે ઓડિટમાં ગયા હતા.
ત્યારે બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા અજયસિંહ ઝાલા તેમજ જયેશકુમાર દેસાઈ બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં હિસાબી કચેરી ગાબટ તપાસ કરતા હતા. તે દરમિયાન જીડીબીએસપીના અજયસિંહ ઝાલા 2- 12- 2020 થી તા. 30-6-2021 સુધીના સમયગાળા દરમિયાન પોસ્ટ ઓફિસમાં સેવિંગ ખાતામાં રિકરિંગ ડિપોઝિટ ખાતામાંથી ગેરરીતિ કરી ઉચાપત કરી હતી. સરસોલી ગામના ખાતેદાર વિનોદભાઈ પંચાલના ખાતામાંથી તારીખ 22 3 2021 ના રોજ 40000 સેવિંગ ખાતા નંબર 4070212660 ,386307409 6 જમા કરાવવા આપ્યા હતા.
પાસબુકમાં જમા તારીખ જમા રકમ અને સિલકના આંકડામાં લખી તેને ટૂંકી સહી કરી હતી. તેમજ પૂનમભાઈ પરમાર તેમજ અન્ય ગ્રાહકો ના રિકરિંગના પૈસાની ઉચાપત કરી હતી. અજયસિંહ હિંમતસિંહ ઝાલાએ જી.ડી એસ.બીપી.એમ તરીકે સરસોલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસ માં સરકારી હિસાબમાં જમા ન કરતાં સરકાર સાથે વિશ્વાસઘાત કરી 1.21 લાખની ઉચાપત કરી હતી. ઉચાપત કરતાં બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.