તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ઉમરેઠ GIDCમાં અગમ્ય કારણોસર યુવકનો ગળેફાંસો

ઉમરેઠ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઉમરેઠ જીઆઇડીસીમાં આવેલ એક પત્થરના પીઠાનાં પ્લોટમાં પંચમહાલ ગોધરા પાસે આવેલ ગામના ૨૬ વર્ષીય યુવકેે શર્ટનો ગાળિયો બનાવી ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા લોકોનાં ટોળા જીઆઈડીસી ખાતે ઉમટ્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા પાસે આવેલ રીસ રોટા ગામનો અજય નામનો ૨૬ વર્ષીય પરિણીત યુવક કે જે બે સંતાનોનો પિતા છે તે પોતાની પત્ની તથા બાળકોને તેના પિતા સાથે વતનમાં મૂકી ઉમરેઠમાં પોતાના નાના ભાઈ પાસે એક અઠવાડિયા અગાઉ મજૂરી કામ અર્થે ઉમરેઠના કોઈ એક લાકડાના પીઠામાં આવેલ અને નાનાભાઈ તથા પોતાની નાની પાસે રહેતો હતો. તેનો નાનો ભાઈ તથા તેની પત્ની શિવરાત્રીની રજા હોય બાલાસિનોર પોતાના સગાને ત્યાં ગયા હતા. ત્યારે અજયે કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...