તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઉમરેઠમાં રસોઈ બનાવતા સમયે ગેસનો બોટલ ફાટતા છ દાઝ્યાં

ઉમરેઠ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠમાં શુક્રવારે સવારે રસોઈ બનાવતા સમયે અચાનક ગેસનો બોટલ ફાટતાં આગ લાગી હતી. જેમાં છ જણાંને દાઝી જવા પામ્યા હતા. - Divya Bhaskar
ઉમરેઠમાં શુક્રવારે સવારે રસોઈ બનાવતા સમયે અચાનક ગેસનો બોટલ ફાટતાં આગ લાગી હતી. જેમાં છ જણાંને દાઝી જવા પામ્યા હતા.
  • લાશ્કરોએ આગ બુઝાવી પણ ઘરવખરી સળગીને ખાખ

ઉમરેઠમાં શુક્રવારે સવારે ગેસ પર રસોઈ બનાવતી વખતે અચાનક ગેસનો બોટલ ફાટતાં આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે એક જ પરિવારના પાંચ સભ્ય સહિત આગ બુઝાવવામાં મદદ કરનારા એક કર્મી સહિત છ વ્યક્તિઓ દાઝી ગયા હતા. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. બનાવમાં સમગ્ર ઘરવખરી સળગીને ખાખ થઈ ગઈ હતી.

ઉમરેઠ નગરનાં ઓડ બજાર વિસ્તારમાં આવેલા હવાલદારના ખાચામાં નુરમહમદ બેલીમ રહે છે. શુક્રવારે સવારે આઠ વાગ્યે તેમના ઘેર ગેસ ઉપર રસોઈ બનાવવાની કામગીરી ચાલતી હતી. દરમ્યાન એકાએક રાંધણગેસનો બોટલ ફાટ્યો હતો. પરિવારજનો કંઈ સમજે વિચારે તે પહેલાં જ ઘરમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી. પ્રાથમિક તબક્કે પરિવારજનોએ જ આગ ઓલવવાની કામગીરી કરી હતી. પરંતુ આગે જોતજોતામાં ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘરની સામગ્રી આગની ઝપટમાં આવી ગઈ હતી.

આગને બુઝાવવાના પ્રયાસમાં બિસ્મિલ્લાબીબી નુરમહંમદ બેલીમ, ઈરફાન બેલીમ ફારુક બેલીમ, સમીનાબીબી, આશિદખાંન પઠાણ, ઈર્શાદ બેલીમ દાઝી ગયા હતા. આ બનાવની જાણ થતાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે ઉમરેઠ ફાયરબ્રિગેડને જાણ કરતાં તેઓ પણ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

ઘર સામગ્રી સળગતી હોય એ સમયે ફાયરકર્મી જોબ્બરસિંહ ઝાલા ઘરમાં અંદર સુધી આગ ઓલાવવા જતા આગની ઝપટમાં આવી ગયા હતા. જેમાં તેમને પણ ઈજા થઈ હતી. ગણતરીના કલાકોમાં ફાયરબ્રિગેડે આગને બુઝાવી હતી. જોકે, સમગ્ર ઘટનામાં ઘરવખરી સળગીને ખાખ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...