તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરકાયદે ખનન:લાલપૂરામાં રેતી ચોરી મામલે ગ્રામજનોનો હોબાળો

ઉમરેઠ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાણ ખનીજ વિભાગે મહીના પટમાં ગેરકાયદે રેતી ખનન કરતાં નાવડી અને મશીનરી કબજે લીધા

સુંદલપુરાનાં લાલપુરામાં મોડી રાત્રે ભૂમાફિયાઓ દ્વારા રેતીનાં ગેર કાયદે ખનન બાબતનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં શુક્રવારે લાલપુરાથી ખોરવાડ તરફનાં નદીમાં પટ્ટમાં કેટલાક ઈસમો દ્વારા ગેર કાયદે રીતે રેતીનાં ખનન કરી રહ્યાં છે. જે વાતની ખોરવાડના જાગૃત નાગરિકો અને ઉમરેઠ તાલુકાના વિવિધ સંગઠનોને થતાં તેઓએ આ અંગે ખાણખનીજ વિભાગને જાણ કરી રેતીનું ખનન અટકાવ્યું હતું.

આ અંગે ઉમરેઠ તાલુકા રાજપૂત કરણી સેના પ્રમુખ મિનેષ સિંહ ચૌહાણ તથા મહાકાલ સેના પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચૌહાણ તથા ખોરવાડનાં અગ્રણી નાગરિક અલ્પેશ સિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે શુક્રવાર સવારે 11 વાગ્યાની આસપાસ ખોરવાડ ગામમાં પસાર થતી મહીસાગર નદીનાં પટ્ટમાં અજયસિંહ વાઘેલા સર્વે નંબર 281 બ્લોક ડીને રેતી કાઢવાની લીઝ મળેલી પરંતુ તેને અને ભૂમાફિયા દ્વારા પોતાના ફાળવાયેલા સર્વે અને બ્લોક નંબર છોડી મહીસાગર નદીનાં વહેણમાં રસ્તો બનાવી ગેર કાયદેસર રીતે નાવડી ગોઠવી જેટ મશીન દ્વારા રેતીનું ખનન ચાલુ કર્યું હતું. અને કિનારા ઉપર ગેર કાયદે રીતે ચારણો મૂકી હિટાચી મશીન થી ટ્રક વડે રેતી ગેર કાયદે રીતે ઉલેચવાનું ચાલુ કર્યું હતું આ ઘટનાની જાણ ખોરવાડનાં ગ્રામજનોને થતાં તેમણે રાજપૂત કરણી સેના તથા મહાકાલ સેનાને જાણ કરી હતી.

મહીસાગરનદીના પટ્ટમાં મોટી સંખ્યામાં ખોરવાડનાં ગ્રામજનો તથા રાજપૂત કરણી સેનાનાં કાર્યકરો તથા મહાકાલ સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર થઈ રેતીનું ગેર કાયદે ખનન નો વિરોધ કર્યો હતો. જેને લઈને ભૂમાફિયાઓ દ્વારા દાદાગીરી કરવામાં આવતાં વિવધ સંગઠનોના અગ્રણીઓએ ખાણખનીજ વિભાગનાં અધિકારી નિકુંજભાઈ દેસાઈને જાણ કરવામાં આવી હતું. અને તેમને પોતાની ટીમ સાથે મહીસાગર કિનારે આવી જેટ મશીન લગાવેલ નાવડી હિટાચી મશીન અને ચારણો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...