રેતીખનન:અહીમા ગામે ગેરકાયદે રેતી ખનનથી ગ્રામજનો પરેશાન

ઉમરેઠ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના રોડ પર રેતીના ઢગ ખડકી દેવામાં આવે છે

ઉમરેઠ તાલુકા અહીમા સહિતના ગામો મહીનદીના પટ્ટમાંથી ગેરકાયદે રેતીખનનની બંદી ફુલફાલી છે. જેના કારણે ગ્રામજનોને પારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઉમરેઠ તાલુકાના મહીસાગર પસાર થતી હોય એવા નદી કાંઠાના અહીમામાં ગેર કાયદેસર રીતે રેતીનો ધંધો ખુબજ ફૂલ્યો ફાલ્યો છે ચાની હાટડીની જેમ અહીમાના માર્ગ ઉપર મોડી રાત્રે ટ્રેકટર તથા ટ્રકમાંથી રેતી કાઢી માર્ગ ઉપર ઢગલા કરવામાં આવે છે.થોડા સમય અગાઉ અહિમાના નદી ના કાંઠે આવેલ લીલા શાકભાજીની વાડીઓ ને ભારે નુકસાન થતાં ખેડૂતો એ ઉપર તંત્ર ને લેખિતમાં પણ રજૂઆત કરી હતી પરંતુ થોડા સમય બાદ જેસે થે આ ધંધો બે રોક ટોક ચાલુ થાય જાવ પામ્યો છે અહિમા માં ગ્રમનજનો ની માંગ છે કે માર્ગ ઉપર ઠેર ઠેર રેતીના ઢગલા કરી ગેર કાયદેસર નાના રેત માફિયા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...