રોષ:ઉમરેઠમાં ગેરકાયદે શોપિંગ સેન્ટરને ગટર- પાણી જોડાણ અપાતાં હોબાળો

ઉમરેઠ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારોબારી કમિટીના ચેરમેનની સોસાયટીના રહીશોનો પાલિકામાં મોરચો

ઉમરેઠના લાલદરવાજા વિસ્તારમાં પસાર થતાં નડિયાદ ડાકોર માર્ગ આગળ થી સ્વામિનારાયણ મંદિર પાસે થઈ તીર્થ ટાઉનશિપમાં જવા નો મુખ્ય માર્ગ આવેલ છે આ માર્ગ ના પ્રવેશ દ્વાર ઉપર થોડા સમય અગાઉ ગેરકાયદેસર રીતે એક શોપિંગ સેન્ટર ઉભુ થઈ ગયું છે જેમાં ઉમરેઠ પાલિકા ના કર્મચારી તથા સતાધારી વહીવટદારો દ્વારા સોસાયટી માં જતી મેઈન ગટર તથા પીવાના પાણીની લાઈનમાં પંકચર કરી દુકાનદારોને રજાના દિવસોએ કનેક્શન આપવામાં આવી રહ્યા છે. જેના કારણે ગટરનું ગંદુ પાણી સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા એક માસથી વધુ સમયથી ભરાઈ રહે છે.

જેના કારણે મહિલાઓ,બાળકો તથા કામધંધા માટે જતા નોકરિયાતોને ભયંકર હાલાકીનો સામનો કરવો પડે છે અને રોગચાળા ફેલાવાની શક્યતા ઓ પણ રહેલી છે. વારંવાર આ બાબતે ઉમરેઠ પાલિકાના પ્રમુખને મૌખિક તથા લેખિત રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ નિકાલ ના આવતા સોસાયટીના રહીશો દ્વારા ઉમરેઠ પાલિકામાં હોબાળો મચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...