તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઉમરેઠ દુષ્પ્રેરણામાં પતિ સહિત સાસુ-સસરા જેલમાં ધકેલાયા

ઉમરેઠએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસરિયાઓના ત્રાસથી પરિણીતાણેએ ગળેફાંસો ખાધો

ઉમરેઠ તાલુકાના થામણામાં રહેતી 31 વર્ષીય પરણિતાએ પરિવારજનોના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ મામલે ઉમરેઠ પોલીસે પતિ સહિત સાસુ-સસરા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ દ્વારા પતિ અને સસરાને આણંદ સબ જેલમાં જ્યારે સાસુને બિલોદરા સબ જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

થામણા ગામે રહેતી પ્રવિણા મુકેશ ગોહેલ નામની પરણિતાએ ગત સોમવારે સાંજે પોતાના ઘરે સાસરીયાઓના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવમાં છેલ્લે તેણે તેના ભાઈ દિગ્વિજયસિંહ સાથે વાત કરી હતી. જેમાં તેને સાસુ-સસરા, પતિ માર મારતો હોવાનું જણાવ્યું હતું. આ મામલે તેની ફરિયાદના આધારે પોલીસે પતિ મુકેશ, સસરા વિક્રમસિંહ અને સાસુ ગીતાબેન વિરૂદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.તપાસકર્તા પીએસઆઈ તેજસ ગઢવીએ જણાવ્યું હતું કે, સાંજના સમયે પરણિતાએ ગળેફાંસો ખાધો હતો. પોસ્ટમોર્ટમમાં તેનું લટકાઈ જવાથી ગળું દબાવવાથી મોત થયાનું ખૂલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...