તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઉમરેઠ PSIએ દુર્વ્યવહાર કર્યાનો ધુળેટાની મહિલા દ્વારા આક્ષેપ

ઉમરેઠ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસ વડા સમક્ષ ન્યાયિક તપાસની માંગ કરાઈ

ઉમરેઠના પીએસઆઈ દ્વારા મહિલા સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તેણીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી. વધુમાં તેણે સમગ્ર મુદ્દે ભીનું ન સંકેલી લેવા તેમજ ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી. જોકે, આ મામલે જિલ્લા પોલીસ વડાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો નહોતો.ઉમરેઠ તાલુકાના ધૂળેટા ગામમા ટેકરા ઉપર તળાવવાળા ફળિયામા રહેતા રૂકસાનાબીબી સાજીદખાન પઠાણ નામની મહિલાએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ રૂબરૂ જઈ ઉમરેઠના પી.એસ.આઈ. પી. કે. સોઢા વિરૂદ્ધ લેખિતમાં ફરિયાદ કરી હતી.

તેમાં તેણીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, પી.એસ.આઈ સોઢા તેમજ બીઆરટી જમાદાર અનિલભાઈ ગત ચોથી ડિસેમ્બરના રોજ બપોરે 2.30 કલાકે તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને મારી સાથે તેમજ મારી ભત્રીજા વહુ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેમણે અપશબ્દ બોલી ભત્રીજા વહુનો મોબાઈલ ફોન ઝૂટવી લીધો હતો. તેમજ તેમના સસરા, સાસુ અને પતિ-બાળકોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જોકે, પોલીસ મહિલાના ઘરે કેમ ગઈ હતી એ બાબત પણ હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો