ધારાસભ્ય ખફા:નવા મંત્રીમંડળમાં સમાવેશ ના કરાતા ઉમરેઠના ધારાસભ્ય ખફા

ઉમરેઠએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી બ્રિજેશ મેરજાના કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો

મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલની નવી રચાયેલી સરકારમાં મંત્રી તરીકે સમાવેશ ના કરાતા ઉમરેઠના ધારાસભ્ય ધૂઆંપૂઆં થયા છે અને તમામ સરકારી અને પક્ષના કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની ચીમકી મુજબ આજે આણંદમાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાના કાર્યક્રમમાં આવવાનું ટાળ્યું હતું.

તેમણે જિલ્લા સંગઠન પર રોષ ઠાલવતા કહ્યું હતું કે, મંત્રી મંડળમાં મારો સમાવેશ કરાય તે માટે સ્થાનિક સાંસદ કે જિલ્લા સંગઠને કોઇ પ્રયાસ કર્યા નહતા. તેમણે આગામી દિવસોમાં પણ પોતાનો વિરોધ જારી રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

ભાજપ પર વેધક પ્રહારો કરતા ગોવિંદ પરમારે કહ્યું હતું કે, 2010માં હું કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો અને 2012માં ચૂંટણી લડ્યો ત્યારે ભાજપાવાળાઓએ જ મને હરાવ્યો હતો. સદનસીબે 2017માં હું જીત્યો. આ વખતે મંત્રી ના બનું તે માટે પણ તે લોબી દ્વારા અનેક કાવતરા રચવામાં આવ્યા છે. રૂપિયાનો ખેલ ખેલાયો છે.

જો કે, હવે પક્ષના કે સરકારના એક પણ કાર્યક્રમમાં હાજર નહીં રહું. વિધાનસભામાં કે સચિવાલયમાં પણ નહીં જાઉ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસવાળાના ફોન આવી રહ્યા હોવાનું જણાવી તેમણે જરૂર પડે તમામ વિકલ્પો ખૂલ્લા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...