ઉમરેઠ પાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત જિલ્લા ભાજપ પ્રમુખે તમામ ભાજપના કાઉન્સિલરોને પ્રમુખ સાથે રહેવા જણાવ્યું છે. તેઓ પ્રમખુ સાથે રહે તો ડ્રેનેજ કામમાં એજન્સીને કામ પૂર્ણ કર્યા વગર નાંણા ચૂકવી દઇને ભ્રષ્ટ્રાચાર આચાર્યો હોવાની ફરિયાદ વિરોધ પક્ષ દ્વારા કમિશ્નરને કરી છે. ત્યારે પ્રમુખને સમર્થન કરે તો ભ્રષ્ટ્રાચારમાં સાથ આપવાના આરોપ લાગે તેમની સામે કાર્યવાહી થાય તેમ છે. અને પ્રમુખને સાથ ન આપે તો ભાજપ પક્ષ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી થાય આમ કાઉન્સિલરોનો હુંડી વચ્ચે ચોપરી જેવો ઘાટ થઈ ગયો છે.
આવા સજોગોમાં પક્ષની આબરૂ સાચવવા જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે બે દિવસ પર ઉમરેઠ પાલિકાના કાઉન્સિલરો સાથે બેઠક કરીને તમામ કાઉન્સિલરોને પ્રમુખ સાથે રહેવા જણાવીને તતડાવ્યા હતા અને છાનામાના ચૂપચાપ સભામાં હાજર રહેવા અને પક્ષ તરફે વોટ આપવા આદેશ કર્યો હતો. અને જો ભાજપી સભ્યો આ પ્રમાણે વર્તે તો તેમની સામે કાનૂનનો ગાળીયો મજબૂત બનશે અને જો પક્ષના આદેશ અનુસર નહી વર્તે તો પક્ષના વહીપનો અનાદાર થાય આમ ઉમરેઠ ભાજપના સભ્યોની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે.
કેટલાંક કાઉન્સિલરોની બોર્ડમાં રાજીનામું આપવા તૈયારી
કેટલા ક સભ્યો આ સમસ્યા માથિ બહાર નીકળવા માટે જે દિવસે અવિશ્વાસ ની દરખાસ્ત નું બોર્ડ યોજાશે ત્યારે રાજીનામુ સાથે જ લઈ ને જશે અને મિટિંગ માં વિરોધ્ નોંધાવી પાલિકા ના સભ્ય પદે રાજીનામુ ધરી દેશે તેવા પાક્કા અહેવાલ પ્રાપ્ત થયેલ છે.
ભાજપના કાઉન્સિલરો ખોટા કામમાં સપોર્ટ આપે તો પણ ફસાય
ભાજપના કાઉન્સિલરો પ્રમખુ દ્વારા ગતવર્ષના વાર્ષિક હિસાબોમાં શૌચાલય કૌભાંડ અને ડ્રેનેજ ખોટા બીલ પાસ કરવામાં સપોટ આપે તો વિરોધ પક્ષ દ્વારા પ્રદેશ કમિશ્નરને ફરિયાદ કરી છે. તેમાં તેઓ ફસાઇ જાય તેમ છે. આમ તેઓની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.