તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:ઉમરેઠમાં ચેક રીટર્ન ગુનામાં વેપારીને એક વર્ષની સાદી કેદ

ઉમરેઠએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠના હેમરાજપુર ગામમાં હસમુખભાઈ ચૌહાણ રહે છે. તેમની પડોશમાં વિનોદભાઈ મનુભાઈ ચૌહાણ રહે છે. હસમુખભાઈ ખેતીકામ કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. જ્યારે વિનોદભાઈ મરી-મસાલાનો વેપાર કરે છે. તેમના વેપારના વિકાસ માટે અને ધંધામાં ભાગીદારી માટે તેમણે હસમુખભાઈ પાસેથી રૂપિયા બે લાખની માંગ કરી હતી. તેથી હસમુખભાઈએ બેન્કમાંથી લોન લઈ તેમન રૂપિયા બે લાખ આપ્યા હતા. આ રકમ છ માસમાં આપી દેવાની વાત કરી હતી. દરમિયાન, છ માસ બાદ વિનોદભાઈએ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક, પણસોરા શાખાનો ચેક આપ્યો હતો. જે બેંકમાં રજૂ કરતા બેન્કમાંથી અપૂરતાં ભંડોળના શેરા સાથે પરત ફર્યો હતો. આ અંગે તેમણે ઉમરેઠ કોર્ટમાં ફરિયાદ કરતાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત મેજિસ્ટ્રેટ એસ. એસ. પ્રજાપતિએ આરોપીને તકશીરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો