તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:સાસરીયાના ત્રાસથી કંટાળી પરણિતાએ ગળેફાંસો ખાધો

ઉમરેઠએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉમરેઠ તાલુકાના ખોરવાડ ગામની ઘટના

ઉમરેઠના ભાટપુરા ગામના પરા વિસ્તારમાં 48 વર્ષીય ભરતભાઈ બુધાભાઈ પરમાર રહે છે. તેમની દિકરી સોનલના લગ્ન ચાર વર્ષ પહેલા ખોરવાડમાં રહેતા જયપાલસિંહ ફુલસિંહ ગોહેલની સાથે થયા હતા. જેનાથી તેમને એક દિકરો પણ છે. છેલ્લા બે વર્ષથી જમાઈ જયપાલસિંહ સોનલ ઉપર વ્હેમાતા હતા. તેઓ પિયર આવે તો પણ તરત જ તેને પાછી તેડી જતા હતા અને ઘરની બહાર પણ નીકળવા દેતા નહોતા. ગત વર્ષે સોનલ ડીલીવરી માટે આવી હતી ત્યારે જયપાલસિંહ ત્યાં ગયા હતા અને સોનલ સાથે ઝઘડો કરી તેને પટ્ટાથી મારી હતી.

પ્રતિદિન તેનો વ્હેમ વધતો જતો હતો અને તે ગમે તેમ બ્હાનું કાઢીને તેના શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. વધુમાં તેણીના સાસુ-સસરા પણ તેને ત્રાસ આપતા હતા. જેને પગલે કંટાળેલી પરણિતાએ ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગે પોલીસે ત્રણેય વિરૂદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...