બીજી વખત ચોરી:ઉમરેઠમાં પોલીસ કર્મીના ઘરમાં ચોરોએ ધાપ મારી

ઉમરેઠ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 જ દિવસમાં વિસ્તારમાં બીજી વખત ચોરી
  • પરિવારના સભ્યો વતન રાણીયા ગયા હતા

ઉમરેઠમાં પ્રજાના રક્ષક એવા પોલીસના ઘરમાં જ ચોરીની ઘટના બની છે. રસપ્રદ બાબત તો એ છે કે, ઉમરેઠ પોલીસના દાવાઓને જાણે તસ્કરો પોકળ બનાવતા હોય અને પડકાર ફેંકતા હોય એમ 15 દિવસ અગાઉ આ જ વિસ્તારમાં ચોરી થઈ હતી. આમ, હજુ સુધી ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં તો પુન: ચોરીની ઘટના બનતાં ઉમરેઠવાસીઓમાં પોતાની માલ-મિલકતને લઈને ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.

ઠાસરા ટાઉન બીટમાં જમાદાર તરીકે ફરજ બજાવતા મગનભાઈ રાઠોડ તથા તેમનો પરિવાર ઉમરેઠમાં વલ્લભનગર સોસાયટી પાછળ આવેલી વાઘેશ્વરી સોસાયટીમાં રહે છે. મંગળવારે રાત્રિના સમયે મગનભાઈ રાઠોડ ફરજ ઉપર હતા અને ઘરના બધા સભ્યો તેમના વતન રાણીયા ખાતે ગયા હતા. દરમિયાન, બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ચોરીને અંજામ આપ્યો હતો.

પડોશમાં રહેતા મહેશભાઈ પરમારે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ કરતાં તેઓ ઘરે આવ્યા હતા અને તપાસ કરી હતી. જોકે, આ બનાવ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...