ઉમરેઠ પાલિકાની ગંભીર બેદરકારી:કિશોરી ખાડામાં પડતાં જીભ કપાતા 25 ટાંકા આવ્યા; આજીવન બોલવામાં તકલીફ રહેશે

ઉમરેઠએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જીભ ઉપર 25 જેટલા ટાંકા આવ્યા - Divya Bhaskar
જીભ ઉપર 25 જેટલા ટાંકા આવ્યા
  • પિતાએ પાલિકા પ્રમુખ,ચીફ ઓફિસર-ગેસ કંપની પાસે 10 લાખનું વળતર માંગ્યું

ઉમરેઠ નગર પાલિકા દ્વારા ચરોતર ગેસ એજન્સીને ઘરેલુ ગેસ લાઇન નાખવા પરવાનગી આપવામાં આવી છે. જે અંતર્ગત વોર્ડ નંબર 5માં આવેલા વારાહી માતા મંદિર તરફથી પાટડી ચકલા જતાં ખાડા ખોદવામાં આવ્યા છે. જોકે, ખોદેલા ખાડા પાસે કોઈ જ સૂચિત ચિન્હો કે સંજ્ઞાઓ કે કોર્ડન કર્યા નથી. જેને કારણે અકસ્માત સર્જાય તેવી ભીતિ રહેલી હતી.

દરમિયાન, ભાડાના મકાનમાં રહેતા અને સિલાઈકામની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ધર્મેશભાઈ દરજીના પોતાના પાટડીચકલાના ઘર તરફ આવતી અગિયાર વર્ષની પુત્રી શિયા તેમજ ચૌદ વર્ષનો પુત્ર રાજ બંને ખાડામાં પડી ગયા હતા. જેમાં પુત્ર રાજને સામાન્ય ઇજા થઈ હતી પરંતુ પુત્રી શિયાને ગંભીર ઈજા થઈ હતી. તપાસમાં માલૂમ પડ્યું હતું કે, શિયાની જીભ બે દાંત વચ્ચે આવતાં કપાઈ ગઈ હતી. તબીબે તેણીની જીભ ઉપર 25 જેટલા ટાકાઓ લીધા હતા. હાલમાં તેણી સારવાર હેઠળ છે.

આ બનાવના કારણે શિયાને બોલવામાં કાયમી તકલીફ રહેશે તેવા નિવેદનથી પુત્રીનુ જીવન એળે ના જાય તેમજ તેના ભવિષ્યના ભણતર, જીવન તેમજ લગ્ન અંગેના સામાજિક પડકારો ઊભા થાય અને ખાડાઓ બાબતે બેદરકારી રાખવા બદલ તેમજ પોતાની પુત્રીને કાયમી શારીરિક ખોડખાંપણને લઈ ઉમરેઠ નગર પાલિકા પ્રમુખ રમીલાબેન કનુભાઈ પટેલ, ચીફ ઓફિસર તથા ચરોતર ગેસ સહકારી મંડળીના મેનેજર સામે રૂપિયા 10 લાખ વળતર પેટે આપવાની નોટિસ ફટકારી હતી. આ બાબતને લઈને હાલમાં સમગ્ર મામલો ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે. પાલિકાની બેદરકારી સતત સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...