જાહેરનામું:ઉમરેઠ-બેચરી રેલવે ફાટક પર બ્રિજ બનતાં એક વર્ષ માટે રસ્તો બંધ કરાયો

ઉમરેઠ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવલીને જોડતાં આ માર્ગ પરથી રોજ 1 હજારથી વધુ વાહનો પસાર થાય છે

ઉમરેઠ તાલુકા સ્થિત ઉમરેઠ-બેચરી ફાટક પર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતાં શુક્રવારથી આગામી એક વર્ષ સુધી આ રોડ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાવલી સહિત ઉમરેઠ તાલુકાના સુંદલપુરા, બેચરી સહિતના અનેક ગામોને ઉમરેઠ અને સાવલી વચ્ચે જોડતો આ માર્ગને બંધ કરવામાં આવતાં અહીંયાથી પ્રતિદિન પસાર થતાં એક હજારથી વધુ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. જોકે, જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તે માટે વૈકલ્પિક રસ્તાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે.

ઉમરેઠ રેલવે સ્ટેશન રોડ પાસે આવેલી એલ.સી. નં 23 પરથી પસાર થતાં વાહનોની અવર-જવર, 15મી જુલાઈ, શુક્રવારથી બીજી ઓગસ્ટ, 2023 સુધી પ્રતિબંધિત જાહેર કરાઈ છે. જેને પગલે હવે ભારે વાહનો ઉમરેઠ શહેરથી બેચરી ફાટક થઈ બેચરી ગામ તરફ જઈ શકશે નહીં. રેલવે સ્ટેશન અને ઉમરેઠ શહેર તરફથી આવતા વાહનોને ઓડ ચોકડી અને ઓડ બજાર રોડ થઈ, ચાઈની માતા મંદિર ચોકડી થઈ આણંદ-સોજિત્રા રોડ થઈ જીઆઈડીસી આરઓબી થઈ, હમીદપુરા ચોકડી થઈ સિંદુરી માતા મંદિરથી બેચરી રોડ થઈ બેચરી ફાટક તરફ ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.

બેચરી ફાટક તરફથી આવતા વાહનો ઉમરેઠ શહેર તરફ દર્શાવેલી વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરી શકશે નહીં. આ ઉપરાંત ભારે વાહનો ભટ્ટવાડી પોલ થઈ SH 83 તરફ જઈ શકશે નહીં. ભારે વાહનો ઓડ ચોકડી અને ઓડ બજાર રોડ થઈ ચાઈની માતા મંદિર ચોકડી થઈ SH 83 તરફ જઈ શકશે. તેમજ SH 83 તરફ આવતાં વાહનો ઉમરેઠ શહેર તરફ ઉપર મુજબની વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...