તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઉમરેઠ પાલિકાના કાર પ્રકરણમાં પ્રા.કમિશનરનો હુકમ કોર્ટે રદ કર્યો

ઉમરેઠ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠરાવ વગર 1.50 લાખની કાર ખરીદી હોવાનો આક્ષેપ

ઉમરેઠ નગરપાલિકાના નવી કાર ખરીદવા બાબતે જાગૃત નાગરિક દ્વારા લેખિત રજૂઆત પ્રાદેશિક કમિશ્નરે કરી હતી. જે અંગે તપાસ કરતા વડોદરાનાં પ્રાદેશિક કમિશનરે પૂર્વ પ્રમુખ ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટને નોટિસ પાઠવી રૂપિયા 10.50 લાખ દિવસ 30માં જમા કરાવવા નો હુકમ કર્યો હતો .જે હુકમને કોર્ટ પડકરવામાં આવ્યો હતો. કોર્ટે તમામ પુરાવા ધ્યાને લઇને પ્રાદેશિક કમિશ્નરના હુકમને રદ કર્યો છે.

ઉમરેઠ નગર પાલિકાનાં જે તે વખતનાં ચીફ ઓફિસર ભારતીબેન તથા પૂર્વ પ્રમુખ સંગીતાબેન પટેલનાં સમયમાં ચીફ ઓફિસર પાસે કાર નાં હોઈ તેમના માટે 10.50 લાખનાં ખર્ચે નવી કાર લાવવા માં આવી હતી. આ બાબતે જે તે વિરોધ પક્ષ દ્વારા પ્રાદેશિક કમિશ્નરને રજૂઆત કરી હતી.

જેથી પ્રાદેશિક કમિશ્નરે કારના નાંણા પૂર્વ પ્રમુખ અને સીઓ પાસેથી વસુલવાનો હુકમ કર્યો છે. જે બાબતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખે પ્રાદેશિક કમિશ્નર હુકમ સામે આણંદ કોર્ટમાં ગયા હતા. ત્યારે આણંદ ડિસ્ટીક કોર્ટે તમામ પુરાવા અને રજૂઆત સંભાળ્યા બાદ પ્રાદેશિક કમિશ્નર દ્વારા કારના નાંણા ભરવાનો કરવામાં આવેલા હુકમને રદ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...