તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટેરી દુલ્હન કેસ:આરોપી પુત્રને માતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો

ઉમરેઠ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ આરોપીઓ પોલીસ પકડથી દૂર

ઉમરેઠના સુંદલપુરાના લૂંટેરી દુલ્હન પ્રકરણમાં પોલીસે પાંચ આરોપીઓ વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી ખંભાતના ફીણાવ ખાતે તપાસ હાથ ધરી હતી. જોકે, પોલીસને એકપણ આરોપી હાથ લાગ્યો નથી. તમામ આરોપીઓ હાલ ભૂગર્ભમાં જતા રહ્યા છે. દરમિયાન, એક મહત્વની બાબત એ બહાર આવી છે કે, મુખ્ય સુત્રધાર રાજુ રાઠોડની અસામાજિક હરકતોને પગલે છેલ્લાં કેટલાંય સમયથી તેની માતાએ તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે.

જેને પગલે તે ખંભાત ખાતે આવતો જ ન હોવાનું પોલીસ સમક્ષ ખૂલ્યું છે.ઉમરેઠનાં સુંદલપુરા ગામે રહેતા અજય ઝાલા સાથે રાજુ નામના શખ્સે તેના લગ્ન તેમની ભત્રીજી મનીષા ઉર્ફે પ્રિયા સાથે કરાવ્યા હતા. અને લગ્નના બે જ દિવસમાં રાજુ અને તેની કહેવાતી ભત્રીજી લાખોની મત્તા તેમજ યુવકનો મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...