તપાસ:વ્યાજના ચક્કરમાં ફસાયેલા ઉમરેઠના આધેડનો આપઘાત

ઉમરેઠ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ રેલવે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી

કથિત વ્યાજના ચક્કરમાં ફસાયેલા ઉમરેઠના આધેડે શનિવારે મોડી સાંજે રેલવે નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હોવાની નગરમાં ચર્ચાઓ ચાલી રહી છે. રેલ્વેબ્રિજ નીચેના સૂમસામ વિસ્તારમાં રેલવે ટ્રેકની બાજુમાં મૃતકની લાશ આખી રાત રઝળતી રહી હતી. શનિવારે સવારે કોઈએ રેલ્વે ટ્રેકની બાજુમાં લાશ પડી હોવાની રેલ્વેઓફિસમાં જાણ કરતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો. રેલ્વે પોલીસે ઘટના સ્થળે જઈ લાશનો કબ્જો મેળવી પી.એમ કરવાની કાર્યવાહી હાથ ધરી તપાસ કરી હતી.

દરમિયાન, પોલીસ તપાસમાં ઉમરેઠના વ્યાસચોરામાં રહેતો અજય પરમાર હોવાનું ખૂલ્યું હતું. આધેડને કોઈ ઈસમે વ્યાજે પૈસા ધીર્યા હતા. જે નાણાંની ઘણી વખત ઉઘરાણી કરવા છતાં નાણાં પરત આવતા નહતા. ચર્ચા એ છે કે આ વાતની ઘરમાં ખબર પડી જતાં છેલ્લા કેટલાક દિવસથી ઘરકંકાસ શરૂ થયો હતો. જેના કારણે કકળાટથી કંટાળી જઈ શનિવારે સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ જી.આઇ.ડી.સી નજીક અજયે રેલ્વે ટ્રેક ઉપર પડતુ મૂકી મોતને વહાલું કરી લીધું હતું. આ અંગે રેલ્વે પોલીસે મોતનો ગુનો નોંધી મૃતક પોતાની પાછળ કોઈ સ્યુસાઈડ નોટ છોડી ગયું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...