સુવિધા:રૂા. 1005 કરોડના ખર્ચે નિર્મિત વાસદ-તારાપુર 6 લેન માર્ગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇના હસ્તે આજે લોકાર્પણ

ઉમરેઠ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાસદ-તારાપુર 6 લેન - Divya Bhaskar
વાસદ-તારાપુર 6 લેન
  • મુખ્યમંત્રી બોચાસણના BAPS સ્વામિનારાયણ મંદિર અને માણેજ મણીલક્ષ્મી જૈન તીર્થની પણ મુલાકાત કરશે

રાજયના મુખ્ય‍ મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે 7મી ઓકટોબરને ગુરૂવારના રોજ આણંદ જિલ્લાની‍ મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સૂચિત કાર્યક્રમ અનુસાર તેઓ બપોરના 2-45 કલાકે પેટલાદ નગરપાલિકા ગ્રાઉન્ડ‍ ખાતેના હેલીપેડ પર આવી પહોંચશે. જયાં તેઓનું જિલ્લાના મહાનુભાવો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી રોડ માર્ગે સીધા ધર્મજ ખાતેના જલારામ મંદિર ખાતે પહોંચી જલારામ મંદિરમાં પૂજા-અર્ચના દર્શન કર્યા બાદ બપોરના 3-10 કલાકે બોચાસણ પાસેની અક્ષરવાડી ખાતે રૂા.1005 કરોડના ખર્ચે તૈયાર થયેલ તારાપુર-વાસદના છ માર્ગીય માર્ગનું લોકાર્પણ કરશે અને સભાને સંબોધશે.

આ સમારોહમાં મુખ્ય મહેમાન પદે માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી જયારે અતિથિવિશેષ પદે આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ બોચાસણ ટોલ પ્લાઝા ખાતે તકતીનું અનાવરણ કરશે. બોચાસણ ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર અને માણેજ ગામના મણિલક્ષ્મી જૈન તીર્થ મંદિરની મુલાકાત લઇ પૂજા -અર્ચના-દર્શન કરી સંતો-મહંતો આર્શીવાદ પ્રાપ્ત કરશે. હવે બાકી રહેલ તારાપુરથી બગોદરાનો 51 કીમીના રસ્તાનું કામ પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે.

48 કિમી લંબાઇના 6 લેન માર્ગની વિશેષતાઓ
સૌરાષ્ટ્ર અનેસુરત તથાદક્ષિણ ગુજરાતા સાથે જોડતા સૌથી ટુંકા રસ્તાનો 6 લેનમાં વાસદથી તારાપુર 48 કિમી માર્ગનું કામ પૂર્ણ થઇ ગયું છે. જેમાં 3 રેલવે ઓવરબ્રિજ, 24 અંડરપાસ અને ગ્રેડ સેપરેટર(ફલાયઓવર) 8 નાના પૂલો,23 બોકસ કલવર્ટ,64 પાઇપ કલવર્ટ તેમજ 31 કેનાલ ક્રોસિંગ સ્ટ્રકચર અને બોરસદ નગરના બાયપાસ આપવામાં આવ્યો છે. કુલ 38 કિમી લંબાઇના સર્વિસ રોડતથા 1400 જેટલા સ્ટ્રીટલાઇટના 19 કિમી લંબાઇમાં હાઇવે લાઇટિંગની સુવિધા તેમજ 38 બસ સ્ટેશન, 4 જગ્યાએ શૌચાલયની સુવિદા સહિત પાર્કિગની વ્યવસ્થા, હાઇટેક કેમેરા સાથેની સર્વેલન્સ સિસ્ટમ, સ્પીડ પ્રદર્શન સિસ્ટમ, વેરિએઅબ સંદેશ પ્રદર્શન વિગેરે સાથેની ટોલ પ્લઝા પરથી સંચાલિત અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમસહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...