કાર્યવાહી:ઉમરેઠમાં ઠપકો આપનાર મહિલાને માર મારતા રાવ

ઉમરેઠ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી ગંદુ કરવા બાબતે ઠપકો આપ્યો

ઉમરેઠ શહેરમાં પાણીની ટાંકીમાંથી સિમેન્ટવાળી ડોલથી પાણી લઈ પાણી ગંદુ નહીં કરવા બાબતે મહિલાએ ઠપકો આપતાં શખસે ઉશ્કેરાઈ જઇને ઝપાઝપી કરી ઈજા પહોંચાડતા ઉમરેઠ પોલીસ મથકમાં નોંધાઇ છે. ઉમરેઠમાં પાટપોળ વિસ્તારમાં પિન્કીબેન રાજેશકુમારલાધાવાળા પોતાના રહે છે. પિન્કીબેન લાધાવાળાની બાજુમાં વિપુલભાઈ રાણાના નવા મકાનનું કામકાજ ચાલે છે. જે મકાનનું કામ ઉમરેઠ જાગનાથ ભાગોળ પાસે રાવળવાસ વિસ્તારમાં રહેતા સુનીલભાઈ શૈલેષભાઈ રાવળ કરે છે. શુક્રવારે પિન્કીબેન પોતાના સાસુ સહિતના પરિવારજનો સાથે ઘરે હાજર હતા. ત્યારે બપોરના બે વાગ્યાના અરસામાં તેઓના ઘરની છત ઉપર સુનીલભાઈ શૈલેષભાઈ રાવળ સિમેન્ટ વાળી ડોલથી પાણીની ટાંકીમાંથી પાણી લેતા હતા. જેથી પિન્કીબેને પાણી કેમ ગંદુ કરો છો. તેમ કહી ઠપકો આપતા એકદમ ઉશ્કેરાઈ ગયેલા સુનીલભાઇ રાવળે ગાળો બોલી માર મારી ઝપાઝપી કરી પીન્કીબેનને આંગળીમાં ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે પિન્કીબેન રાજેશકુમાર લાધાવાળાની ફરીયાદ લઈ ઉમરેઠ પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...