હાલાકી:ઉમરેઠનું સરકારી દવાખાનું રામભરોસે, શનિવારે એક પણ કર્મચારી હાજર ન રહેતા લોકોમાં રોષ

ઉમરેઠ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊંચા પગાર છતાં કર્મચારીઓ ગેરહાજર રહેતાં હોવાથી ગરીબ દર્દીઓને સરકારની મફત સારવારનો લાભ મળતો નથી

ઉમરેઠ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ તાલુકા હેલ્થ સેન્ટર અથવા સરકારી દવાખાનામાં કર્મચારીઓ ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો દિન પ્રતિદિન મળી રહી છે, તા.14 મે 2022,શનિવાર ના રોજ દર્દીઓની ફરિયાદને સાચી લાગતી હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે સરકારી કચેરીઓમાં રજા હોય છે પરંતુ જાહેર આરોગ્ય ની સેવા એવા સરકારી દવાખાના ને આ નિયમ લાગુ પડતો નથી પરંતુ લોકોને આ નિયમ ની જાણકારી ના હોય સરકારી દવાખાના સી.એચ.સી ના કર્મચારીઓ પણ ગેરલાભ ઉઠાવતા દેખાયા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શનિવાર સવારના 11.20 ક્લાક ઉમરેઠ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલા સરકારી દવાખાનામાં અનેક દર્દીઓની ફરિયાદના કારણે રૂબરૂ મુલાકાત લેતા ડોક્ટર સાગર અગ્રવાલ રજા ઉપર હતા, તેઓએ રજા રિપોર્ટ મૂક્યો છે તેમ જણાવાયુ તેમની જગ્યાએ તાલુકા હેલ્થ ઓફિસર વસંતભાઇ રાવલ ને મૂકવામાં આવ્યા હતા, 35 ઓપીડી સવારે થઈ હોવાની જાણકારી મળી, પરંતુ એક્ષરે વિભાગ, ફાર્માસિસ્ટ વિભાગ,અને લેબ વિભાગ ખુલ્લો જરૂર હતો પરંતુ આ ત્રણેય વિભાગ ખાલીખમ નજરે પડ્યો હતો. સરકાર દ્વારા નિયત કરેલા સદર વિભાગોના નોકરિયાતો ગેરહાજર જણાયા હતા.

આ અંગે જવાબદાર ને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહતો કેન્દ્રની મોદી સરકાર સ્વાસ્થ્ય માટે અતિ સંવેદનશીલ છે અને કરોડો રૂપિયા દેશના નાગરિકના સ્વાસ્થ્ય સુખાકારી પાછળ ખર્ચ કરે છે એકલા ઉમરેઠમાં ઉપરોક્ત વિભાગો પાછળ વર્ષે અંદાજે રૂપિયા 60 લાખ જેટલો ખર્ચ સરકાર નાગરિકોના પરસેવાની કામમણીના ટેક્સની રકમ માથી ચૂકવે છે તેની સામે પરિણામ ? શનિવારે સીએચસી સેન્ટરમાં કર્મચારીઓ જ ગેરહાજર હતા, ઉમરેઠના ખાનગી દવાખાનામાં દરેક વોર્ડ દર્દીઓથી ઉભરેલા હોય છે જ્યારે સરકારી હોસ્પીટલમાં ખાટલા ખાલીખમ રહે છે તે મોટો સવાલ છે. જિલ્લા કક્ષાએથી કાગળ ઉપર ખાનપુરતી થઈ રહી છે સબ સલામત ના રિપોર્ટ કરી દેવાય છે. એક રીતે સરકારને મૂર્ખ બનાવવાનો પ્રયાસ થતો જણાય છે.

અન્ય સમાચારો પણ છે...