મૂળ પંચમહાલના અને હાલમાં કપડવંજ ખાતે રહેતાં પ્રવિણાના લગ્ન 2012માં થામણા ગામે રહેતા મુકેશ ગોહેલ સાથે થયા હતા. તેમને સંતાનમાં બે પુત્ર છે. જોકે, લગ્નના એક વર્ષ બાદ પતિ મુકેશ સસરા વિક્રમસિંહ અને સાસુ ગીતાબેન દ્વારા શારીરિક-માનસિક ત્રાસ ગુજારી માર મારવામાં આવતો હતો.
જેને પગલે પરણિતા કંટાળી ગઈ હતી અને તેણે આ મામલે અગાઉ નારી સંરક્ષણ ગૃહમાં ફરિયાદ પણ આપી હતી. અને સમગ્ર હકીકત તેની માતાને પણ કહી હતી. જોકે, સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. કંટાળેલી પરણિતાએ સોમવારે સાંજે તેના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલે ઉમરેઠ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પતિ સહિત ત્રણ સામે દુષ્પ્રેરણની કલમ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.
હું મરી જઈશ તઈ લગી મને નહીં છોડે
આપઘાત કરતાં પહેલાં દસ મિનિટ અને છ સેકન્ડ સુધી બહેને ભાઈ સાથે વાત કરી હતી. જેમાં તેણીએ પોતાની આપવીતી જણાવતા ભાઈને કહ્યું હતું કે, તેઓ તેને વાળ પકડીને માર મારે છે. તેણીએ રડતાં-રડતાં જણાવ્યું હતું કે, હવે, હું મરી જઈશ તઈ લગી મને નહીં છોડે…મને મરી જવા દે…મેં એમની દયા ખાધી, છોકરાઓને જોઈને હું પાછી આવીે, આ લોકોની કશી દયા ન કરાય. હવે હું મરી જઈશ. જોકે, સવારે આવેલા બહેનના ફોન બાદ સોમવારે સાંજે તેના બનેવીએ બહેનના મૃત્યુના સમાચાર આપ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.