ચુકાદો:સુંદલપુરાના શખસને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ,9.76 લાખનો ચેક પરત ફર્યો હતો, ધંધા માટે ઉછીના પૈસા લીધા હતા

ઉમરેઠ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઉમરેઠ તાલુકાના સંુદલપુરાના શખસને રૂપિયા 9.76 લાખના ચેક રિટર્ન થવાના ગુનામાં કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી છે.ભાલેજમાં રહેતા નેહલકુમાર મહેન્દ્રભાઈ પટેલ ખેતી તથા પશુપાલનનો ધંધો કરી પોતાનું જીવન નિર્વાહ કરે છે. તેમને સુંદલપુરાના યતીન અશોક પટેલ સાથે છેલ્લા સાત વરસથી મિત્રતા હતી. યતીનને પશુપાલનનાં ધધા માટે પૈસાની જરૂર પડતાં તેમણે ગત વર્ષે ઓક્ટોબરમાં રૂપિયા 9.76 લાખ નેહલ પાસેથી ઉછીના લીધા હતા. જોકે, મુદત પૂરી થયા પછી પણ પૈસાની ચૂકવણી કરાઈ નહોતી.

આખરે અવાર-નવારની ઊઘરાણી બાદ તેણે ચેક લખી આપ્યા હતા. જે ચેક બેંકમાં ભરતાં અપૂરતા ભંડોળના શેરા સાથે બાઉન્સ થયા હતા. આ અંગેની ચેેેક રિટર્નની ફરિયાદના આધારે ઉમરેઠ કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી.યતીન પટેલે અગાઉ જુલાઈ 2021માં હિતેશ અંબાલાલ પટેલ પાસેથી રૂપિયા 5.50 લાખ ઉછીના લીધા હતા. જેનો પણ ચેક રિટર્ન થતાં તેને કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં સજાથી બચવા માટે તેણે ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...