તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ઉમરેઠમાં આંતક મચાવનાર કપીરાજ આખરે પાંજરે પુરાયો

ઉમરેઠ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝૂંડમાંથી કપિરાજને ઓળખી રેસ્ક્યું કરી પકડી લેવાયો

છેલ્લા વીસેક દિવસથી ઉમરેઠનાં પોલીસ સ્ટેશન તથા આસપાસનાં વિસ્તારમાં એક કપિરાજએ આતંક મચાવ્યો હતો .ઉમરેઠ આર એફ ઓ તથા તેમની ટીમ અને દયા ફાઉન્ડેશન નાં સહયોગથી આ કપિરાજ ને પકડી લેવામાં આવતા બસ સ્ટેશન તથા પોલીસ સ્ટેશન તથા સોસાયટી વિસ્તારનાં રહીશોને રાહત થાય હતી.

આ અંગે ઉમરેઠ આરએફઓ જે.આર. પટેલે જણાવ્યું હતું કે કપિરાજ દ્વારા આવતા જતા તથા સોસાયટી રહીશોને બચકા ભરવાની ઘટનાઓ સામે આવતા અમે ફોરેસ્ટરની જુદી જુદી ટીમ બનાવી હતી અને ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પાંજરું મૂક્યું હતું જેમાં કેળા બટાકા જેવા કપિરાજને ભાવતા શાકભાજી મૂકવામાં આવ્યા હતા.

પરંતુ બે ત્રણ દિવસ કપિરાજનાં આવતા પાંજરું ઉમરેઠની જલારામ સોસાયટીમાં મૂક્યું હતું પરંતુ તેમાં પણ કપિરાજ ન આવતા આજે અમદાવાદનાં દયા ફાઉદેશનનાં સ્વયંસેવકોને બોલાવી ઉમરેઠની મહિક્રનાલ સોસાયટીમાં વાંદરાનાં ઝૂડમાંથી કપિરાજને ઓળખી તેનું રેસ્ક્યું કરી પકડી લેવામાં આવ્યો હતો હવે તેની સારવાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...