ઉમરેઠ નગર પાલિકાના સવા વર્ષના શાસનમાં પહેલા ફક્ત વિપક્ષો અને નાગરિકો નારાજ હતા,પરંતુ હવે સત્તાધારી ભાજપના સભ્યો પણ પ્રમુખના એક હથ્થુ શાસનનો વિરોધ શરૂ થતાં, સતાધારી પક્ષમાં અંદરો અંદર ચાલતો ખટરાગ સપાટી ઉપર આવ્યો છે. જેના કારણે ભાજપના કાર્યકર્તાઓ ભારે મુજવણમાં મુકાયા છે.
ઉમરેઠ નગર પાલિકાની હાલત એક સાધે ને તેર તૂટે તેવી થઈ ગઈ છે. એક તરફ પાણીના સ્તર નીચા જવાના કારણે મોટરોને વધુ લોડ પડી રહ્યો છે. અને પુરતા પ્રમાણમાં પાણી નીકળતું નથી. ત્યારે ઉમરેઠ શહેરમાં એક ટાઈમ પાણી આપવાના નિર્ણય સામે ખુદ વોટર વર્કસના ચેરમેને એ જ વાંધો ઉઠાવતા પ્રમુખની હાલત કફોડી બની ગઈ છે.
ઉમરેઠ નગરપાલિકાના વોટર વર્કસ ચેરમેન એન. એસ. જોશીએ ઉમરેઠમાં બે ટાઈમ પાણી આપવા બાબતે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને પત્ર લખી માંગ કરી હતી તેમને ઉમરેઠ પ્રમુખ તથા ચીફ ઓફિસરને સંબોધીને એક પત્ર લખ્યો હતો. જે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો.
તેમને જણાવ્યું હતું કે પાલિકા દ્વારા જે એક ટાઇમ પાણીમાં કાપ મૂકવામાં આવ્યો છે તેનો ઘેર ઘેર પીવાના પાણીનો કકળાટ ચાલુ થયો છે મે જાતે અનેક વિસ્તારોની મુલાકાત કરેલ છે અને ઘણા ઘરોમાં પીવાનું પાણી એક સમય પણ પુરતા પ્રમાણમાં મળતું નથી તો આગામી દિવસોમાં પાલિકા દ્વારા પ્રજાને બે ટાઇમ પીવાનું પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી અમારી માગણી છે.
વિકાસના કામો પ્રોસિજર હેઠળ
પાણીનાં સ્તર નીચા જવાના કારણે હાલ એક ટાઇમ પાણી ઉપર કાપ મૂકવામાં આવ્યો છે પરંતુ એક આતરે બે ટાઇમ પીવાનું પાણી આપવાનું આયોજન વિચારણા હેઠળ છે અને અગાઉ નીલાબેન જોશી દ્વારા જે વિકાસના કામો બાબત પત્ર લખવામાં આવ્યો હતો તે કામો વહીવટી પ્રોસિઝર હેઠળ હતા હવે તે મંજૂર થઈ ગયા હોવાથી ટૂંક સમયમાં તે સમસ્યાનો પણ અંત આવી જશે. - રમીલાબેન પટેલ, પાલિકા પ્રમુખ, ઉમરેઠ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.