ઉમરેઠના કુંજરાવ પાસે ભિલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આખલાએ આતંક મચાવ્યો છે. શુક્રવારે આખલાએ કારને અડફેટ લેતા કાર ગટરમાં ઉતરી ગઇ હતી. આમ આખલાના આતંકના કારણે અહીં પસાર થતાં લોકો ગભરાઇ રહ્યાં છે.
કુંજરાવ ભિલેશ્વર મંદિર વિસ્તારમાં છેલ્લા કેટલાંક સમયથી આખલા આંતક વધી ગયો છે. રાહદારી સહિત વાહનચાલકો અડફેટમાં લેવાના બનાવો વધી ગયા છે.અનેક વખત સંબધિત તંત્રને આ આખલાને પકડવા માટે રજૂઆત કરવા છતાં પગલાં લેવામાં ના આવતા આ વિસ્તારના લોકો એ જીવના જોખમે પાણી છાંટી ગમે તેમ કરી આખલાને પકડીને પાંજરા પોળના હવાલે કર્યો હતો સંબધિત તંત્ર દ્વારા ઉમરેઠ પંથકમાં રખડતા આવા પશુ ઉપર સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુદ્ધિજીવી લોકો કરી રહ્યા છે જેનાથી લોકોના જીવ બચાવી શકાય.
ઉમરેઠ તાલુકાના કુંજરાવ પાસે આવેલ ભીલેશ્વર વિસ્તારમાં આખલાએ ડાહયાભાઈ પરમારના માથું મારીને પગ ભાગી નાંખ્યા હતા તથા સારસાના બાઈક સવાર બે તળપદાને ઝપટમા લીધા હતા તેમને ગંભીર ઇજાઓ થતા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડયા હતા ત્યાં બન્નેનું મોત થયેલ, શુક્રવારે જ આખલા એક કારનેેઅડફેટે લઇ ફંગોળી હતી આ વિસ્તારના રહેવાસીઓ,રસ્તે જતા રાહદારી તથા વાહનોને નુકશાન કરેલ હોવાથી તંત્ર ને રજુઆત કરતા સ્થાનિક રહેવાસીઓની મદદથી સાંઢને પકડીને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.