આષાઢી તોલવાની પરંપરા:ઉમરેઠના ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરે ઐતિહાસિક આષાઢી તોલવામાં આવશે

ઉમરેઠ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાકના ધાન્યની વધઘટના આધારે ખેતીના પાકનો ઉતારો નક્કી થાય

ઉમરેઠનાં અતિપ્રાચીન શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવનાં મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત ઐતિહાસિક આષાઢીતા.14મી જુલાઇને ગુરુવારનાં રોજ સવારે 9:00કલાકે તોલવામાં આવશે. ઉમરેઠએ અતિપ્રાચીન નગરી છે ભારતમાં તે છોટે કાશી તરીકે જગપ્રસિદ્ધ છે. કાશી અને ઉમરેઠની ઘણી બધી સામ્યતા છે. સમગ્ર ભારતમાં માત્ર કાશી અને આજ શિવાલયમાં ઐતિહાસિક આષાઢી તોલવાની પરંપરા છે.

છેલ્લા ઘણા વર્ષોથી માત્ર અહીં જ આષાઢી તોલાય છે. ગુરુપૂણિઁમાના દિવસે દસ ધાન્ય જેમાં મગ, ડાંગર, જુવાર, ઘઉં, તલ, અડદ, કપાસ, ચણા, બાજરી અને માટી સહિત એક એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કપડાંમાં બાંધી માટીના ઘડામાં નિજમંદિરના ગોખમાં મુકવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે સવારે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે આ ધાન્ય ફરી તોલવામાં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય છે.

આ થતી વધઘટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમ્યાન ખેતી કરતા હોય છે. આ વર્તારાને આષાઢી કહેવાય છે. અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો થયો હોય તે પાક વધારે ઉપજે છે. તેમજ જે ધાન્યમાં ઘટાડો જોવા મળ્યો હોય તે પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ખુબ જ ઓછું થતું હોય છે. ધાન્યમાં જોવા મળતી વધ-ઘટ પરથી ખેડુતો કયાં પાકની ખેતી કરવી તેનો અંદાજો લગાવે છે.

આમ, ચરોતર વિસ્તાર ઉપરાંત આસપાસના જિલ્લાના ખેડુતો ઉમરેઠમાં બિરાજમાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજીમાં વિશેષ આસ્થા ધરાવે છેઆ ઐતિહાસિક આષાઢીનાં સાક્ષી બનવા આપ સહુને શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ ટ્રસ્ટ હાર્દિક આમંત્રણ પાઠવે છે.

અન્ય સમાચારો પણ છે...