આગ:દાહોદથી ઉમરેઠ આવતી બસમાં આગ : 55 મુસાફરોનો બચાવ

ઉમરેઠ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદથી ઉમરેઠ થઇને અમદાવાદ તરફ જતી એસટી બસમાં બુધવારે બપોરે ઉમરેઠ બસ સ્ટેશનમાં જ શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હતી. બસમાં 55 મુસાફરો હતા. પાછળના ભાગની ઇમરજન્સી બારીમાંથી તથા દરવાજામાંથી એક પછી એક બહાર કાઢયા હતા.

ઉમરેઠ બસ સ્ટેશનમાં બુધવારે બપોરે એક વાગ્યા બાદ દાહોદથી અમદાવાદ તરફ જતી અમદાવાદ-દાહોદ એસટી બસ આવી હતી. મુસાફરો તથા ડ્રાઈવર અને કન્ડક્ટર પણ ઉતર્યા હતા. જોકે, એ સમયે તેમણે જોયું તો એન્જિનના ભાગેથી ધુમાડો નીકળવાનો શરૂ થયો હતો. કન્ડક્ટર દ્વારા તપાસ કરતાં એન્જિનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું ખૂલ્યું હતું.

બસના ડ્રાયવર-કંડકટરે તુરંત જ સમય સૂચકતા વાપરીને બસની ઇમરજન્સી બારી ખોલી નાંખી હતી અને મુસાફરોને નીચે ઉતાર્યા હતા. વધુમાં કેટલાંક મુસાફરોને દરવાજા મારફતે નીચે ઉતાર્યા હતા. રહીશો અને રીક્ષા ચાલકોને કરવામાં આવતાં તાત્કાલિક ડોલ, સહિત અન્ય ઘરેલું વાસણોમાં પાણી ભરીને આગને બુઝાવી હતી. જેને પગલે મોટી જાનહાનિ ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...