ચૂંટણી:ઓડ અર્બન કો.ઓ.બેંકની 14મી ઓગસ્ટના રોજ ચૂંટણી

ઉમરેઠ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 5 સભ્યો સામાન્ય, એક ખેડૂત, બે મહિલા તથા એક અનામત ડિરેક્ટરને બોર્ડ ડિરેક્ટર તરીકે સભાસદોએ ચૂંટવાના રહે છે

ઉમરેઠના ઓડમાં આવેલ ઓડ અર્બન. કો. ઓ બેંકની ડાયરેક્ટરની ચૂંટણી આગામી 14મી ઓગસ્ટ ના રોજ સરદાર પટેલ વાડી ઓડ ખાતે યોજાશે.

સરકારના નવા પરિપત્ર અનુસાર સહકારી બેંકોમાં દર પાંચ વર્ષે બેંકના ડિરેક્ટરની રોસ્ટર પદ્ધતિ મુજબ ચૂંટણી કરવા જણાવ્યું છે. જેમાં પાંચ સભ્યો સામાન્ય એક ખેડૂત તથા બે મહિલા તથા એક અનામત ડિરેક્ટરને બોર્ડ ડિરેક્ટર તરીકે સભાસદોએ ચૂંટવાના રહે છે. ઓડ અર્બન કો બેંક હાલ લગભગ 45 કરોડ જેવું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. જેમાં લગ ભાગ 8 કરોડ જેટલું ધિરાણ છે અને બાકીના સલામત સરકારી રોકાણ કર્યા છે.

ચાલુ વરસે બેંકનું ઇલેક્શન આવતા તેમાં બે મહિલા સભાસદો બિન હરીફ ડીટેક્ટર બનેલ છે અર્બન બેંકની ચૂંટણીમાં હાલ સાત સભ્યો માટે પંદર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેમાં ઓડ નાં પૂર્વ પાલિકા પ્રમુખ અને હાલ ઓડ નગરપાલિકાના વાઇસ પ્રેસિડેન્ટ ગોપાલસિંહ (રમણભાઈ) રાઉલજીની પેનલમાં સાત ઉમેદવાર તથા સમીરભાઈ પટેલ પ્રેરિત પેનલમાં સાત ઉમેદવાર તથા એક અપક્ષ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઓડના ગોપાલસિંહ રાઉલજીએ આ અંગે જણાવ્યું હતું કે ગયા વર્ષથી ઓડ અર્બન બેંકની સ્થાપના 1968 માં કરવામાં આવી હતી. પરંતુ સુરેશભાઈ પટેલના ચેરમેન પદ હેઠળ આટલા વરસોમાં પ્રથમ વખત સભાસદોને ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...