તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:ઉમરેઠના કોવિડ-19 સેન્ટરની મુલાકાત લેતા અવંતિકા સિંગ

ઉમરેઠ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટરમાં સુવિધા અભાવ હોવાથી દર્દીઓ આવતાં નથી

ઉમરેઠ તાલુકાના વિવિધ કોવીડ સેન્ટરની ઉડતી મુલાકાતે આવેલ અવંતિકા સિંગને ઉમરેઠ તાલુકાના ભાજપ પ્રમુખ વિમલ પટેલએ રજૂઆત કરી હતી કે ઉમરેઠ તાલુકામાં એક પણ સેન્ટરમાં ઓક્સિજન સહિતની અનેક સુવિધાઓના અભાવે દર્દીઓ કોવીડ સેન્ટરમાં આવતા નથી ઉમરેઠ સહિતના ગામોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનની સુવિધા તથા નિયમિત ડોકટર હજાર રહે તો દર્દીઓને આણંદ અમદાવાદની હોસ્પિટલમાં જવુંના પડે અને મોટા ખર્ચથી બચી જાય અને મૃત્યુનું પ્રમાણ પણ ઘટે આથી તાત્કાલિક ધોરણે કોવીડ સેન્ટરમાં ઓક્સિજન તથા ચોવીસ કલાક ડોકટર તથા નર્સની વ્યવસ્થા ઉભી કરે તેવી રજૂઆત લોકો દ્વારા કરી હતી.

કોવિડ સેન્ટરમાં એક પણ દર્દી ન મળ્યો
ઉમરેઠ તાલુકામાં ગામોમાં બનાવેલા કોવીડ સેન્ટરમાં આજે એક પણ દર્દી જોવા મળ્યો ન હતો જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ એકદમ અલગ છે રોજે રોજ લોકો મરી રહ્યા હોવાનાં અહેવાલ પ્રાપ્ત થાય રહ્યા છે અને ઉમરેઠ નગર સહિત ગામોમાં ગલીએ ગલીએ તથા ઘેર ઘેર લોકો હોમ કોરન્ટાઇન થઈ ખાનગી દવખનામાં સારવાર લઈ રહ્યા છે તેનો મતલબ તો એવો જ કરવો રહ્યો કે લોકોને હવે સરકાર ઉપર ભરોસો રહ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...