ઘૂલ કા ફૂલ:ઉમરેઠ શહેરમાંથી પ્લાસ્ટીકની કોથળીમાંથી નવજાત શિશુ મળ્યું

ઉમરેઠ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા બની રહેલા મકાનમાં કોઇ ફેંકી ગયું
  • સવારે કડિયાઓ કામ કરવા માટે આવ્યા ત્યારે જાણ થઈ

ઉમરેઠમાં ઢાકપાલ શાક માર્કેટ વિસ્તારમાં એક નવનિર્મિત મકાનમાં ફેંકી દેવાયેલી પ્લાસ્ટિકની કોથળીમાંથી નવજાત મૃત હાલતમાં શિશુ મળી આવ્યું હતું. ઉમરેઠના ઢાકપાલ શાક માર્કેટ વિસ્તારમાં એક મકાન નિર્માણ પામી રહ્યું છે. તે મકાનના કામ માટે સવારે રાબેતા મુજબ કડિયા કારીગર આવતા એક ભુરી પ્લાસ્ટીકની કોથળી દેખાઈ હતી. જેમાં તપાસ કરતા નવજાત શીશુ મૃત હાલતમાં દેખાતા કારીગર કડીયાઓએ આજુબાજુના લોકોને જાણ કરી હતી.

ત્યારબાદ આ વિસ્તારમાં ઘટના અંગે વાત ફેલાતા લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને પોલીસને આ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે મૃતદેહ કબજે લઈ આ જગ્યાએ બાળકને કોઈ ફેંકી ગયું, તેના માતા-પિતા કોણ છે સહિતના પ્રશ્નો ઉકેલવા તપાસ હાથ ધરી હતી. નવજાત શીશુ મૃત હાલતમાં જોતા સ્થાનિકોએ આ કૃત્ય કરનાર ઉપર ફીટકાર વરસાવ્યો હતો. હાલમાં સમગ્ર ઘટના સંદર્ભે અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...