ધરપકડ:ટ્રસ્ટના પ્રમુખને 5 ટકા કમિશન આપવાની લાલચ અપાઈ હતી

તારાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તારાપુરની 4.36 કરોડની ઠગાઈમાં આરોપીની કબૂલાત
  • ભાવનગરના વધુ એક શખસની પોલીસે ધરપકડ કરી

તારાપુર તાલુકાના ખાનપુર ગ્રામદ્યોગ ટ્રસ્ટના પ્રમુખ વિરૂદ્ધ રૂપિયા 4.36 કરોડની છેતરપિંડીના બનાવમાં ટ્રસ્ટના પ્રમુખ પ્રમોદ પટેલની ધરપકડ કર્યા બાદ તેની સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમાં 5 ટકા કમિશન આપવાની લાલચ આપી હતી. આ પ્રકરણમાં તેની સાથે વધુ એક ભાવનગરના શખસની કબુલાત કરતાં પોલીસે તેની પણ ધરપકડ કરી છે.

રાજકોટની તીર્થ એગ્રો ટેકનોલોજિના ખાતાનો બોગસ ચેક બનાવી તેના દ્વારા તારાપુર તાલુકાના ખાનપુર ગામની ગ્રામદ્યોગ ટ્રસ્ટના પ્રમુખ પ્રમોદ પટેલે રૂપિયા 4.36 કરોડની રકમ પોતાના ખાતામાં લઈ કંપની સાથે ઠગાઈ કરી હોવાનો બનાવ ઊજાગર થયા બાદ તારાપુર પોલીસે પત્નીના ચૂંટણી પ્રચારમાં આવેલા પ્રમોદ પટેલને ઝડપી પાડ્યો હતો.

દરમિયાન તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરાઈ હતી. જેમાં તેણે વધુ એક સાગરિત ભાવેશ ધોળકીયાનું નામ આપતાં પોલીસે તેની ભાવનગર ખાતેથી ધરપકડ કરી હતી. ભાવેશ ધોળકીયાના કોવિડ ટેસ્ટ કરાવી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં મુંબઈના એક ઈસમની પણ સંડોવણી ખુલી છે.

બીજી તરફ પોલીસ દ્વારા પ્રમોદની પૂછપરછ કરતાં તેણે કબુલાત કરતાં જણાવ્યું હતું કે, રૂપિયા 4.36 કરોડના ચેકમાં તેને પાંચ ટકા કમિશન પેટે આપવાની વાત થઈ હતી. જેને પગલે તેના ખાતામાં ચેક જમા કરાયો હતો. જોકે, તે કમિશન કાપી બાકીની રકમ પરત કરે તે પહેલાં જ તેના િવરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...