રજૂઆત:15મા નાણાંપંચ હેઠળના કામો ન કરવા સરપંચોની માંગ કરાઈ

તારાપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તારાપુર પંથકની 39 ગ્રામ પંચાયતોના સરપંચોની રજૂઆત
  • GST-મટીરીયલના ભાવનો સમાવેશ ન હોવાથી ખર્ચ વધે છે

તારાપુર તાલુકાના ગામોમાં 2015-16માં 15માં નાણાંપંચ હેઠળ વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે જીએસટી ન હતો અને તે વખતના મટીરીયલના ભાવ કરતા અત્યારે વધુ ભાવ છે. તેના કારણે હાલમાં 15માં નાણાંપંચમાંથી કામ હાથ ધરવામાં આવે તો પંચાયતના માથે નાણાંકીય બોઝો વધે છે.

તારાપુરના ગામોમાં 15માં નાણાંપંચના આયોજન હેઠળ કામો હાથ ધરાયા છે. પરંતુ તે વખતે જીએસટી ન હોવાથી ભાવ ખરીદીમાં ઉમેરો કર્યો નથી.તેમજ એસઓઆર ભાવ ફેર વધુ છે. ગ્રામ પંચાયતો સધ્ધર ન હોવાથી સ્ટેશનરીના ખર્ચને પણ પહોંચી વળે તેમ નથી. જેથી તમામ કામ તાલુકા પંચાયત કચેરી દ્વારા કરવામાં આવે તેવી સરપંચોની માંગ છે.

આ બાબતે તારાપુ તાલુકાના 39 ગામોના સરપંચોઅે અેકત્ર થઈ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. હાલ પુરતા 15મા નાણાં પંચ આયોજનના કામો ગામોમાં બંધ રાખવામાં આવે તેમજ નવેસરથી ગ્રાન્ટમાં જીઅેસટી અને મટીરીયલના ભાવફેર ઉમેરીને આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...