ગ્રામ પંચાયત ચૂંટણી:રૂ. 4.36 કરોડની છેતરપિંડીના આરોપીના પત્નીની 250થી વધુ મતે હાર

તારાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રસ્ટના પ્રમુખ વિરૂદ્ધ તારાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી

તારાપુરના ખાનપુર ગામના ગ્રામોદ્યોગ ટ્રસ્ટના પ્રમુખ અને રૂપિયા 4.36 કરોડની છેતરપિંડીના આરોપી એવા પ્રમોદ પટેલના પત્નીની સરપંચપદે હાર થઈ છે. તેઓએ ચાલુ વર્ષે યોજાયેલી સ્થાિનક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચપદે ઝંપલાવ્યું હતું. જેમાં તેમને 250થી વધુ મતથી હાર સહન કરવી પડી છે.આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તારાપુર તાલુકાના ખાનપુર ગામમાં સરપંચપદ માટેની મહિલા અનામત બેઠક પર ઈન્દુબેન પટેલ અને હિરાણાક્ષીબેન પટેલે ઝંપલાવ્યું હતું. હિરણાક્ષીબેન એ પ્રમોદભાઈ પટેલના પત્ની છે

આજે જાહેર થયેલા પરિણામમાં ઈન્દુબેનને 609 મત, જ્યારે હિરાણાક્ષીબેનને 349 મત મળ્યા હતા. જ્યારે 175થી વધુ મત રદૃ જાહેર કરાયા હતા. આમ, હિરાણીક્ષીબેનને હારનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે, સરપંચપદના ઉમેદવાર હિરાણીક્ષીબેનના પતિ પ્રમોદભાઈ પટેલ વિરૂદ્ધ થોડાં સમય અગાઉ તારાપુર પોલીસ સ્ટેશનમાં રાજકોટની એક ખાનગી એગ્રો કંપનીએ રૂપિયા 4.36 કરોડના બનાવટી ચેકથી નાણાં જમા કરાવી લેવાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એ પછી તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. અને થોડાં સમય અગાઉ પત્નીના પ્રચારમાં આવતાં જ પોલીસે ઝડપી પાડ્યા હતા. હાલમાં સમગ્ર પ્રકરણમાં 3ની સંડોવણી ખુલી છે.

અન્ય સમાચારો પણ છે...