બદલી:તારાપુરમાં વિવાદમાં રહેલાં ASI ગઢવી સહિત 13ને PSIનું પ્રમોશન

તારાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત્ત થતા 36 એએસઆઈને પીએસઆઈનું પ્રમોશન

રાજ્ય સરકાર દ્વારા નજીકના સમયમાં નિવૃત્તિ હોય તેવા કુલ 36 એએસઆઈને પીએસઆઈનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં આણંદ જિલ્લામાંથી કુલ 13 એએસઆઈનો સમાવેશ થાય છે. જોકે, રસપ્રદ બાબત એ છે કે 13 એએસઆઈમાં તારાપુર હાઈવે પર ટ્રક ચાલક પાસેથી પૈસાની લેતી-દેતીમાં સંડોવાયેલા એએસઆઈ હસમુખ ગઢવીનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે તેમનો વિડિયો વાઈરલ થયો હતો. જેને પગલે તેમની ત્યારબાદ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ હતી.

આણંદ જિલ્લામાંથી આગામી 19મી ઓક્ટોબરના રોજ નિવૃત થનારા લાલજીભાઈ નરસિંહભાઈ પ્રજાપતિ, અશ્વિનભાઈ લાલાભાઈ માલીવાડ, ભરતભાઈ કડવાભાઈ ભરવાડ, યશપાલસિંહ રણવીરસિંહ રાણા, ઘનશ્યામભાઈ દેહાભાઈ પરમાર, કનૈયાલાલ સોમાભાઈ બરંડા, હીરાભાઈ માનાભાઈ વણકર, પ્રભાતસિંહ ઉદેસિંહ પરમાર અને આરીફમિયાં કાલુમીંયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આગામી 30મી જૂન, 2022ના રોજ નિવૃત્ત થનારા મગનભાઈ અળખાભાઈ નિનામા અને હસમુખભાઈ કનુભાઈ ગઢવીને પણ નિવૃત્તિ અગાઉ પીએસઆઈનું પ્રમોશન આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, પીએસઆઈ તરીકે નિવૃત્ત થનારા હસમુખભાઈ ગઢવી થોડા સમય અગાઉ વિવાદમાં આવ્યા હતા. તેઓ તારાપુર હાઈવે પરથી પસાર થતી ટ્રક ચાલકો પાસેથી પૈસા લેતા હોવાનો એક વિિડયો ટ્રક ચાલકે ઉતારી લીધો હતો. જેને પગલે જિલ્લા પોલીસ વડાએ તેમની બદલી હેડ ક્વાર્ટરમાં કરી હતી. હવે જ્યારે પ્રમોશન મળશે ત્યારે તેઓને હેડ ક્વાર્ટરમાં જ રાખવામાં આવશે કે પછી બદલી કરી કોઈ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવશે તેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...