નોટીસ:સિંચાઈ વિભાગની હદમાં તારાપુર પોલીસે ચોકી ઊભી કરાતાં નોટીસ

તારાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જ દબાણ ઊભું કરી દેતાં કોની પાસે જવું તે પ્રશ્ન

તારાપુર તાલુકા સ્થિત મોટી ચોકડી પાસે અગાઉ બનાવાયેલી પોલીસ ચોકી સિક્સ લેનની કામગીરીને લીધે હટાવી સિંચાઈ વિભાગની હદમાં તારાપુર મોટી ચોકડી સ્થિત ખેડાવાળા રોડ પર હાલમાં સિક્સ લેનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, ચોકડી પર અગાઉથી તારાપુર પોલીસે મુવેબલ પોલીસ ચોકી ઊભી કરી દીધી હતી. જે રોડની કામગીરી શરૂ કરાતાં જ તેને હટાવી દઈને ચારેક માસ અગાઉ ત્યાંથી 15થી 20 મીટર દૂર સિંચાઈ વિભાગની હદમાં ઊભી કરી દેવાઈ હતી.

સિંચાઈ વિભાગને આ મામલે જાણ થતાં તેમણે જે તે સમયે તારાપુર પોલીસને નોટીસ આપી હતી. પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાતાં પુન: પંદર દિવસ પહેલાં પણ નોટીસ આપી હતી. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. આમ, દબાણો દૂર કરતી સમયે પોલીસની મદદ જે તે સરકારી વિભાગ માંગતું હોય છે પરંતુ પોલીસ દ્વારા જ દબાણ ઊભું કરી દેતાં કોની પાસે જવું તેને લઈને પ્રશ્નાર્થ સર્જાયા છે.

બે વાર નોટીસ છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ
સિંચાઈ વિભાગને હકીકતની જાણ થતાં એ ગેરકાયદે પોલીસ ચોકી હટાવવા માટે બે મહિના પહેલાં નોટીસ આપી હતી. પરંતુ એ હટાવી નથી. જેથી પંદર દિવસ અગાઉ બીજી વાર પણ નોટીસ આપી છે. પરંતુ હજુ કોઈ કાર્યવહી કરાઈ નથી. > ભાવેશભાઈ દરજી, ડેપ્યુટી ઈજનેર, તારાપુર.

અન્ય સમાચારો પણ છે...