રજુઆત:તારાપુર હોસ્પિટલ બારણે પ્રસુતિ પ્રકરણમાં નારી અદાલતનું આવેદન

તારાપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • શું જવાબદાર તબીબ અને સ્ટાફ વિરૂદ્ધ કાર્યવાહી થશે ?

તારાપુરમાં મીરાણી હોસ્પિટલના બારણે ગત રવિવારે રાત્રે કડકડતી ઠંડીમાં હોસ્પિટલના સ્ટાફે અમાનવીય કૃત્ય આચરી પ્રસુતા મહિલાને હોસ્પિટલમાં પ્રવેશ આપ્યો નહોતો. વધુમાં તેને હોસ્પિટલ બહાર તગેડી મૂકી હતી. જેને પગલે હોસ્પિટલના બારણે જ સગર્ભા મહિલાનું બ્લીંડીગ શરૂ થઈ ગયું હતું અને બાળકને જન્મ આપવો પડ્યો હતો. સમગ્ર પ્રકરણમાં જવાબદાર તબીબ અને હોસ્પિટલ સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે તારાપુર નારી અદાલત દ્વારા તારાપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ મામલે નારી અદાલતની મહિલાઓ દ્વારા તબીબ અને સ્ટાફ વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અમદાવાદના એડવોકેટ દ્વારા પણ સમગ્ર મામલે તપાસ કરી ફોજદારી ગુનો દાખલ કરવા તથા જો કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી સાત દિવસમાં પીએલઆઈ દાખલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પરંતુ હજુ સુધી આણંદ જિલ્લાનું આરોગ્ય તંત્ર ઊંઘી રહ્યું છે. જેને લઈને સમગ્ર ચરોતરમાં જવાબદાર તબીબ અને સ્ટાફ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને પણ સવાલો થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...