સોજીત્રા ગામે 20 હજારની વસતિને આજે પણ પાલિકાની બેદરકારીને પીવાના પાણી પૂરતા પ્રમાણ મળતું નથી. વર્ષો અગાઉ ગ્રામજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે 8.60 લાખના ખર્ચે 9 લાખની લિટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી બનાવી હતી, પરંતુ સાફસફાઇ માટે દાદર ન હોવાથી એની સફાઇ થતી નથી. જેથી ગ્રામજનોને વધુ ટી.ડી.એસ ધરાવતું પાણી પીવાન વખત આવ્યો છે. આ અંગે ગામના જાગ્રત નાગરિક દ્વારા 6 માસ અગાઉ દાદર બનાવવા માટે જિલ્લા કક્ષાએ રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી કોઇ જ પગલાં લેવાયાં નથી.
વર્ષોથી આ જ પરિસ્થિતિ છે
સોજીત્રા નગરમાં ગામની ભાગોળમાં વર્ષો જૂની પીવાના પાણીની ટાંકી આવેલી છે.પાણીની ટાંકી ચઢવા માટેનો દાદર 2 વર્ષ અગાઉ તુટી ગયો હતો. ત્યારથી નવા દાદર માટેની કામગીરી હાથધરવામાં આવી નથી. તેના કારણે બે વર્ષથી ટાંકીની સફાઇ થઇ નથી. ટાંકીમાં ગંદકી છવાઇ ગઇ છે. પરંતુ તેની સફાઇ થતી નથી.તેના કારણે ગ્રામજનોને સાફ કર્યા વગરની ટાંકીનું પાણી પીવાનો વખત આવ્યો છે. જેને લઈને નગરજનો નાની મોટી બિમારીનો ભોગ બને છે. ગતવર્ષે પાલિક દ્વારા ટાંકીનો દાદર બનાવવા માટે ગ્રામજનોને રજૂઆત કરી હતી.
આજ સુધી ટેન્ડર જ બહાર પાડ્યું નથી
જેથી જેતે સમયના પ્રમુખે લોકડાઉન બાદ ટેન્ડર બહાર પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. તે વાતને આજે દોઢ વર્ષ થયું અને સત્તા પણ બદલાઇ ગઇ તેમ છતાં આજદિન સુધી કોઇ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી તેમજ પાઇપ લાઇનની કામગીરી પણ વેઠ ઉતારવામાં આવી હોવાથી શહેરની વિવિધ વિસ્તારોમાં પાણી પૂરતા ફોર્સથી આવતું નથી. જે બાબતે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ પગલા લેવાયા નથી.
ટાંકીના દાદર માટે છે ક કમિશનર સુધી રજૂઆત કરવામાં આવી છે
સોજીત્રા ગામની પાણીની ટાંકીનો દાદર તૂટી ગયો છે.ત્યાં નવો દાદર પાલિકા તંત્ર દ્વારા બનાવવામં આવતો નથી. જે બાબતે છ માસ અગાઉ વડોદરા પાલિકા કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ તેમજ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. તેમ છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી થતી નથી. - દેવાંગ સેલત, સામાજિક કાર્યકર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.