તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાકડાની ચોરી:વાવાઝોડામાં પડી ગયેલા વૃક્ષના 5 હજાર મણ લાકડાની ચોરી

સોજીત્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોજીત્રાના સીઅોઅે ફરિયાદની તજવીજ હાથ ધરી

મે માસમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડામાં સોજીત્રા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા ખોડિયારપુરામાં તોતીંગ લીમડાના વૃક્ષો ધરાશાઈ થઇ ગયા હતા. જે પાલિકાની માલિકીના હતા. પરંતુ તેની હરાજી માટેની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતી હોવાથી તસ્કરો રવિવાર રાત્રે ધરાશાઈ થયેલા લીમડાના વૃક્ષોનું 5 હજાર મણ જેટલું લાકડુ કોઇ વાહનમાં ભરીને ચોરી કરીને લઇ ગયા હતા. જો કે લીમડાના થડ વજનદાર અને મોટા હોવાથી લઇ જઈ શક્યા ન હતા. જે બાબતે કોંગ્રેસના કાઉન્સિલર સફીભાઇ મલકે પાલિકામાં લેખિત રજૂઆત કરીને પાલિકાનું લાકડુ ચોરી જનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વાવાઝોડા દરમિયાન સોજીત્રા વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાઈ થઈ ગયા હતા. ખડિયાપુરા વિસ્તારમાં લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાઈ થઈ ગયું હતંુ. જેને વેચવા માટે પાલિકા દ્વારા હરાજીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી અને જે તે ઘડીએ ફોરેસ્ટ ખાતાને અરજી કરીને પડી ગયેલ ઝાડ વેચવા માટેની મંજુરી પણ માંગી હતી. પરંતુ મંજૂરી આપવામાં વિલંબ થયો હતો.

તેના કારણે ઘણા સમયથી ધરાશાઈ થયેલ લીમડાના વૃક્ષના નાનામોટા ડાળ કાપીને બે દિવસ અગાઉ જ તસ્કરો રાત્રીના સમયે લીમડાનું લાકડું કાપીને ભરીને લઈ ગયા હતાં. જેને કારણે પાલિકાને આર્થિક નુકસાન થયું છે. આ બાબતે વિરોધ પક્ષના નેતા સફીભાઈ મલેક તથા જાગૃત નાગરિક દેવાંગભાઈ શૈલત દ્વારા પાલિકામાં રજુઆત કરી હતી.

પ્રાંત અધિકારી તથા વન વિભાગને જાણ કરી છે
સોજીત્રા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે સોજિત્રા ખોડીયાર વિસ્તારમાં આવેલા પડી ગયેલા લીમડાના વૃક્ષોનંુ લાકડુ ચોરી ગયા હોવાની ફરિયાદ મળી છે. જે અંગે પ્રાંત અધિકારીને જણ કરી તપાસ કરવામાં આવી છે. તેમજ વન વિભાગને જણ કરવામાં આવી છે. મંગળવારના રોજ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...