તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ત્રંબોવાડમાં ઠપકો આપનાર પર 4 શખ્સનો જીવલેણ હુમલો

સોજીત્રા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગામના યુવકે યુવતી પાસે બિભત્સ માંગણી કરી હતી

સોજીત્રાના ત્રંબોવાડના ખડિયારાપુરા વિસ્તારમાં ભનુબેન ભરતભાઈ ચૌહાણ પોતાના પતિ તેમજ સંતાનો સાથે રહે છે. ગુરૂવારે સાંજે ભનુબેની દિકરી તુલસીબેન પોતાના ઘરથી થોડે દૂર રોડ પર કુદરતી હાજતે ગઇ હતી. અને રડતા રડતા ઘરે પાછા આવીને જણાવેલ કે, આપણી પડોશમાં રહેતા અજય ઉર્ફે લોટો ચૌહાણે હાથ પકડી બિભત્સ માંગણી કરતા યુવતી પોતાના ઘરે આવી ગઈ હતી. અને સમગ્ર હકીકત માતા પિતા સહિતનાં પરિવારજનોને જણાવી હતી. જેથી જે-તે સમયે પરીવારજનોએ આ બાબતે ઠપકો આપી આબરૂ જાય નહીં તે માટે પોલીસમાં કોઈ જ ફરિયાદ નહીં કરી વાતને દબાવી દીધી હતી.

બીજા દિવસે શુક્રવારે રાત્રિના નવ વાગ્યાના અરસામાં ભાનુબેનના પતિ ભરતભાઈ તેમજ ભત્રીજો સુનિલભાઈ, રાકેશભાઈ સહિતના કુટુંબીજનો ખોડિયાર માતાના મંદિરે બાંકડા પર બેઠા હતા. ત્યારે અજયના પિતા મનુભાઈ ત્યાં આવી અને ભરતભાઈ સાથે બોલાચાલી કરવા લાગેલ અને મારા દીકરા અજયનો વાંક નથી તેમ કહી ઝઘડો કરી મનુભાઈ, રણછોડભાઈ, અજય અને ગબાભાઈએ ભેગા મળીને ભરત તેમજ સુનિલને ચપ્પાથી હુમલો કરી પેટના ભાગે, પીઠના ભાગે જીવલેણ ઈજાઓ કરી હત્યાનો પ્રયાસ કરી લાકડીઓથી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ત્યાંથી ભાગી છૂટયા હતા.

આ બનાવ અંગે ઈજાગ્રસ્ત ભરતભાઈ તેમજ સુનિલભાઈના તાત્કાલિક સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે સોજીત્રા પોલીસે બંને ભનુબેનની ફરીયાદ લઈ મનુભાઈ છોટાભાઈ ચૌહાણ સહિત ચાર વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...